જસદણના શિવરાજપુર અને દેવપરા ગામે જુગારના દરોડા : ૧૦ પતોપ્રેમીઓ પકડાયા
રાજકોટ, તા. ર૧ : જસદણ પોલીસે શિવરાજપુર અને દેવપરા ગામે જુગારના દરોડા પાડી ૧૦ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા.
પ્રથમ દરોડોમાં જસદણના શીવરાજપુર ગામના વાકડા વાડી વિસ્તારમાં ભુપત રણછોડભાઇ મુલાણીની વાડીની ઓરડી પાસે જૂગાર રમાતો હોવાની બાતમી મળતા પી.આઇ. કે. જે. રાણાના માર્ગદર્શન હેઠળ હેડ કો. સુરેશભાઇ ગોહીલ સહિતા સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) ભુપત રણછોડદભાઇ મુલાણી ધંધો ખેતી રહે શીવરાજપુર (ર) ડાયા ભીમાભાઇ શીરોળીયા રહે માધવીપુર, (૩) વિહા બુટાભાઇ ગમારા રહે. શીવરાજપુર, (૪) સંજય લાલજીભાઇ સરીયા રહે. શીવરાજપુર, (પ) લખમણ જીવાભાઇ સરૈયા રહે. દેવપરા, (૬) ગીરધર ગેલાભાઇ કાગડીયા રહે. ગઢીયા (જસ), (૭) ગોવિંદ પ્રેમજીભાઇ ડાભી રહે. દેવપરા તથા (૮) સુરેશ હાજાભાઇ ગરણીયા રહે. ગઢાળા તા. વિંછીયાને રોકડા રૂ. ર૧૪૯૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
તેમજ જસદણના પો. કો. મહિપતભાઇ જાંબુકીયા સહિતના સ્ટાફે દેવપરા ગામે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા કાના સુખાભાઇ સદાદીયા રે. દેવપરા તથા દેવા કુરજીભાઇ જતાાપરા રે. પોલારપર જસદણને રોકડા રૂ. ૧૦ર૧૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.