સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd October 2021

ઉપલેટાના ૧૮ ગામોને અતિવૃષ્ટિ સહાયમાં બાકાત રખાતા આક્રોશ

ધારાસભ્ય લલિતભાઇ વસોયાની આગેવાનીમાં રેલી અને મામલતદારને આવેદન

 

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. ૨૨ : તાજેતરમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ થતાં ઉપલેટા તાલુકામાં પણ આ વરસાદને કારણે સારૃં એવું ખેતીવાડીમાં નુકસાન થયેલ હતું. આ નુકસાન અંગે જે તે વખતે કોંગ્રેસ સામ્યવાદી તથા ખેડૂત સંગઠનો નુકસાનીનો સરવે કરી વળતરની માંગણીની રજૂઆતો કરી હતી.

આ રજૂઆતો બાદ ઉપલેટા તાલુકાના ૫૨ ગામડામાં સર્વે કરવામાં આવેલ હતું પરંતુ આ સર્વે થયા બાદ ૫૨ માંથી ૧૮ ગામડાઓને બાકાત રાખતા ૧૮ ગામડાના ખેડૂતોમાં રોષ ફેલાયો હતો એટલું જ નહીં પણ આ ખેડૂતોએ ધારાસભ્ય લલિત વસોયાને રજૂઆત કરતાં ધારાસભ્ય લલિત વસોયા આ ૧૩ ગામ અને બાકીના ગામોમાં સર્વેમાં રહી ગયેલા ખેડૂતોની મીટીંગ બોલાવી હતી.

આ મીટીંગ અન્યાય થયેલ ખેડૂતોએ રેલી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ ઘડી તારીખ ૨૩ ૧૦ ૨૦૨૧ ને શનિવારે રાખવામાં આવેલ છે આ અંગે ધારાસભ્ય લલિત વસોયા એ જણાવેલ હતું કે ઉપલેટા તાલુકાના તમામ ગામડા નો સર્વે થયા બાદ ૧૮ ગામડાને બાદ કયાં ધોરણે કર્યા ૧૮ ગામડામાં વધુમાં વધુ નુકસાન થયેલ છે ત્યારે આ ગામડાના ખેડૂતોમાં આક્રોશ વ્યાપી ગયો છે. ખેડૂતો આ રોષ સરકારને દેખાડવા તારીખ ૨૧ ને શનિવારે સવારે ૧૦ વાગ્યે બસ સ્ટેન્ડ ચોકમાંથી રેલી દ્વારા રાજમાર્ગ ઉપર થઈ મામલતદાર કચેરીએ જઈને આવેદનપત્ર આપી આ ૧૩ ગામનો સમાવેશ નુકસાની વાળા ગામડામાં કરાવી આવેદનપત્ર આપશે.

(10:50 am IST)