સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd October 2021

ક્ચ્છના નલિયા સામૂહિક દુષ્કર્મ મામલો: સાક્ષીઓને તત્કાલ પોલીસ રક્ષણ પૂરું પાડવા ભુજ કોર્ટનો આદેશ

આરોપીઓ રાજકીય વગ ધરાવે છે અને સાક્ષીઓ સહીત ગુનાનો ભોગ બનનારી પીડિતાને પણ રક્ષણ આપવા પશ્ચિમ કચ્છ પોલીસ વડાને આદેશ કરાયો

 

કચ્છનાં નલિયામાં પાંચ વર્ષ પહેલા ઘટેલી દુષ્કર્મની ઘટનામાં કોર્ટે તમામ સાક્ષીઓને તત્કાલ પોલીસ રક્ષણ પૂરું પાડવા આદેશ કર્યો છે. આંજે સુનાવણી દરમિયાન ઘટનાના 4 જેટલા સાક્ષીઓ ઉપસ્થિત રહ્યા નહોતા.પરિણામે ભૂજની કોર્ટનું અવલોકન છે કે, આરોપીઓ રાજકીય વગ ધરાવે છે અને સાખીઓ સહીત ગુનાનો ભોગ બનનારી પીડિતાને પણ રક્ષણ આપવા પશ્ચિમ કચ્છ પોલીસ વડાને આદેશ કરાયો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છના નલિયામાં 2017નાં જાન્યુઆરીમાં નલિયા પોલીસને એક મહિલાએ ફરિયાદ કરી હતી કે, તેણી લગ્ન કરીને મુબઈમાં સાસરે ગઈ હતી.પરંતુ સાસરીયા સાથે અણબનાવના કારણે પરત નલિયા પોતાની માતા પાસે આવી ગઈ હતી. જ્યારે તે નોકરીની શોધમાં હતી.તો તેણી સાથે નોકરી અને નાણા આપવાની લાલચે દુષ્કર્મ આચરાયું હતું.એટલું નહિ,તેણીને કેફી પીણું પીવરાવ્યા બાદ દુષ્કર્મ પણ આચરાતું હતું. અને તેની વિડીયોગ્રાફી કરીને પણ શોષણ કરાતું હતું. આરોપીઓમાં કેટલાય ચોક્કસ પાર્ટીના સ્થાનિક નેતાઓ હતા. પોલીસે કેટલાય સમય સુધી કેસની તપાસ નહોતી કરી. પણ પાછળથી કેસ વધુ વિવાદિત બનતા પાર્ટીએ ચાર સભ્યોને પાર્ટીમાથી સસ્પેન્ડ કરી દીધા હતા.

 

(12:44 am IST)