સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd October 2020

સાયલાના ચોરવીરાના વિર જવાન રઘુભાઇ બાવળીયા શહિદ

ગાર્ડ ઓફ ઓનર સાથે વતનમાં અંતિમવિધી : વિજયભાઇ રૂપાણી, અમિતભાઇ ચાવડાએ ટ્વિટ કરીને શ્રધ્ધાંજલી અર્પી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૨: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ચોરવીરા ગામના બાવળીયા રઘુભાઈ શહીદ થતાં હાલમાં પરિવારજનો ઉપરાંત ગ્રામજનો શોકમગ્ન બની જવા પામ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનો વધુ એક યુવક દેશની રક્ષા કાજે શહીદ થતા દેશ શોક મગ્ન બની જવા પામ્યો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું નાનું એવું ચોરવીરા ગામ યુવક શહીદ થતા શોક મગ્ન બની જવા પામ્યું છે.

જમ્મુ કાશ્મીરમાં દુશ્મનો સામે બાથ ભીડનાર સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ચોરવીરા ગામના જવાન રઘુભાઈ બાવળીયા શહીદ થયા છે. આવતીકાલે શહીદના નશ્વરદેહને વતન ચોરવીરા ખાતે લાવવામાં આવ્યો. અને સાયલા તાલુકા ના ચોરવીરા ગામમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે.અને ત્યાર બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ ટ્વિટ થકી રઘુભાઈની શહાદતને સલામ કરી શ્રદ્ઘાંજલિ પાઠવી હતી.

જમ્મુ કાશ્મીરમાં મા ભોમની રક્ષા કાજે તૈનાત રહેલા રઘુભાઈ બાવળીયા ફરજ દરમિયાન ગોળી વાગતાં શહીદ થયા હતા. બલિદાનના સમાચાર જાણી તેમના પરિવારમાં અને સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ છે.

આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને શહીદને શ્રદ્ઘાંજલિ અર્પણ કરી છે. સીએમએ ટ્વિટ કરતા લખ્યું કે, 'જમ્મુ કાશ્મીરમાં માતૃભૂમીની રક્ષા કરતા ચોટીલાના ચોરવીરા ગામના રઘુભાઈ બાવળીયા શહીદ થતા દુઃખી હૃદય સાથે અશ્રુપૂરિત શ્રદ્ઘાંજલિ અર્પણ કરું છું. દેશ માટે બલિદાન આપનાર આ વીર જવાનના આપણે સર્વે હંમેશા ઋણી રહીશું. પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ અને પરિજનોને શકિત અર્પે.'

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શહાદતને સલામ કરતા ટ્વિટમાં લખ્યું કે, 'સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવિરા ગામના વતની, વીર જવાન રઘુભાઈ બાવળિયા જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા, મા ભોમની રક્ષા કાજે શહીદ થયા છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ પ્રદાન કરે અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શકિત આપે.'

ત્યારે આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ચોરવીરા ગામે યુવકના પાર્થિવ મૃતદેહ લાવવામાં આવ્યો છે અને અગ્નિ સંસ્કાર ગાર્ડ ઓફ ઓનર સાથે કરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનો વધુ એક યુવક દેશની રક્ષા કાજે શહીદ થતા સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાનો ચોરવીરા ગામ પણ શોકમગ્ન બન્યું છે જેમાં આજે વહેલી સવારે શહીદ થનાર યુવકનો પાર્થિવદેહ પોતાના માદરે વતન ચોરવીરા ગામે લાવવામાં આવતા ગામ હિબકે ચડવા પામ્યું હતું.

ત્યારે પરિવારજનો માં પણ યુવકનું દેશની રઘ્ટાા કાજે મોત નિપજતા પરિવારજનોમાં પણ શોક વ્યાપી જવા પામ્યો છે. ત્યારે બીજી તરફ આજે ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદ યુવાન નું પાર્થિવ દેહ ને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા છે ત્યારે નાનું એવું ચોરવીરા ગામ ગામનો યુવક શહીદ થતાં હાલમાં શોકમગ્ન બની જવા પામ્યું છે.

(11:35 am IST)