સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd October 2019

કચ્છમાં દેશી હથિયાર બનાવવાનું મીની કારખાનું ઝડપાયું :પિતા પુત્રની ધરપકડ

અબડાસાના રાયધણપર ગામનાં વાડી વિસ્તારમાં દેશી બંદુકો અને સમાન સહીત સાડા ત્રણ લાખનો મુદામાલ જપ્ત

ભુજ : સરહદે તણાવ વચ્ચે ગુજરાતનાં બોર્ડર ડિસ્ટ્રિક્ટમાંથી પશ્ચિમ કચ્છ પોલીસે હથિયારો બનાવવાનું મિની કારખાનું પકડી પાડ્યું હતુ. કચ્છના અબડાસા તાલુકાનાં બાહા રાયધણપર ગામની સીમમાંથી દેશી બંદૂકો તથા તેને બનવાના સામાન સહીત કુલ સાડા ત્રણ લાખનો મુદ્દા માલ કબ્જે કરીને પિતા-પુત્ર એમ બે સખ્શની ધરપકડ કરી હતી.
             પોલીસની યાદીમાં જણાવ્યા મુજબ કોઠારા પોલીસને બોર્ડર એલર્ટનાં બંદોબસ્ત દરમિયાન બાતમી મળી હતી કે, રાયધણપર ગામનાં વાડી વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ સગેવગે કરવાની પ્રવૃત્તિ થઇ રહી છે. બાતમીને આધારે પોલીસે ખીરસરા વીંજાણ ગામનો નૂર મામદ હિંગોરા અને તેનો દિકરો મનસુર વાડીમાં દેશી હથિયારો સાથે ઝડપી લીધા હતા.
             પોલીસે દરોડા દરમિયાન તૈયાર દેશી બંદુક ઉપરાંત અર્ધ તૈયાર હથિયાર તેમજ એક કાર સહીત કુલ રૂપીયા ૩.૫૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને તેમની વિરૂદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
             કચ્છમાથી દેશી હથિયાર બનાવતા મીની કારખાના પકડી પાડવાની ઘટના આમ સામાન્ય છે પરંતું ભારત પાક વચ્ચેના તંગ વાતાવરણ વચ્ચે બોર્ડર ઉપર હાઈ એલર્ટ અને કડક બંદોબસત છે ત્યારે હથિયાર પકડવાની ઘટનાને કચ્છની ગુપ્તચર એજન્સી ઉપરાંત સુરક્ષા દળો પણ બારીકાઈથી જાઇ રહ્યાં છે.

(9:42 pm IST)