સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd October 2019

ભાવનગરમાં ખંડણી અને અપહરણમાં સંડોવાયેલા ગુનેહગારોનું પોલીસે કાઢ્યું સરઘસ: લોકો ઉમટ્યા

ભાવનગરમાં ખંડણી અને અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતુ. ખંડણીના ગુનેગારોને બનાવવાળા વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. આ ગુનેગારોને જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા હતા.

  ભાવનગર શહેર અને જીલ્લામાં ગુનેગારોમાં પોલીસનો કોઇ પણ પ્રકારનો ખોફ રહ્યો નથી. જીલ્લામાં ગુનેગારો બેફામ બન્યા છે. ત્યારે હવે પોલીસ ગુનેગારોમાં પોતાનો ખોફ બતાવવાનો પ્રયત્ન કરી રહી છે.

(8:13 pm IST)