સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd October 2019

કોડીનારના કાજ ગામે વગર નોટીસે ઝિંગા ઉછેર કેન્દ્રો પર બુલડોઝર ફેરવી દેવાતા રોષ

માલિકીની ખેતીની જમીનમાં ઝીંગા ઉછેર કેન્દ્રોને રાતોરાત તોડી પડાતાં ખેડૂતો નોંધારા

કોડીનાર તા. રર :.. તાલુકાનાં કાજ ગામે ઝીંગા ઉછેર કેન્દ્રો ઉપર રાતોરાત તંત્ર વાહકોએ બુલડોઝર ફેરવી દેતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ છે. આ અંગેની વિગતો મુજબ ગાંધીનગરથી જીલ્લા કલેકટરને સુચના મળતાં મામલતદાર અને ફીશરીઝ વિભાગનાં અધિકારીઓ જે. સી. બી. સહિત ૧પ જેટલા વાહનોનાં કાફલા સાથે કાજ ગામે ત્રાટકયો હતો અને ૧પ જેટલી ખેતીની જમીનમાં બનાવાયેલા ઝીંગા ઉછેર કેન્દ્રોમાં પાળા તોડી પાડયા હતાં.

આમ વગર નોટીસે રાતોરાત ઝીંગા ઉછેર કેન્દ્રો તોડી પાડવાની તંત્રની અન્યાયી નીતિ સામે ઝીંગા ઉછેરતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

(3:28 pm IST)