સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd October 2019

જુનાગઢના વોર્ડ નં.૩ ની ૧ બેઠકની પેટા ચૂંટણી માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન

માત્ર બે જ ઉમેદવારઃ કુલ ૧પ,પ૯પ મતદારો

જુનાગઢ, તા. રરઃ  જુનાગઢના વોર્ડ નં.૩ ની ૧ બેઠકની પેટા ચૂંટણી માટે સવારથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાનનો પ્રારંભ થયો છે.

જેમાં ભાગ બે જ ઉમેદવારો હોય કુલ ૧પ,પ૯પ મતદારો સાંજ સુધીમાં મતદાન કરશે.

જુનાગઢ મનપાના કુલ ૧પ વોર્ડની ૬૦ બેઠક માટે તાજેતરમાં ચૂંટણી યોજાઇ હતી. જેમાં વોર્ડ નં.૩માં ભાજપના ત્રણ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા પરંતુ એક કોર્પોરેટર બે થી વધુ સંતાન હોય જેથી તેઓ ડિસ્કવોલીફાઇડ થતા આ બેઠક ખાલી પડી હતી.

આથી આજે સવારના ૮ વાગ્યાથી પેટા ચૂંટણીનું મતદાન યોજાયું છે. જેમાં પ્રારંભમાં મતદાન ખુબ જ ધીમુ રહ્યું હતું.

કુલ ૧પ,પ૯પ મતદારો સાંજના પાંચ વાગ્યા સુધીની મતદાન પ્રક્રિયા માટે કુલ ર૦ બુથ પર ૧૦૦ અધિકારીઓ-કર્મચારીઓના સ્ટાફની ગોઠવણ કરવામાં આવી છે.

સાંજે મતદાન પૂર્ણ થયા બાદ ગુરૂવારે મતગણતરી થશે.

વોર્ડ નં.૩ ની એક બેઠકની પેટા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રહે તે માટે એસપી સૌરભસિંઘની સુચનાથી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ ૧ ડીવાયએસપી, બે પીઆઇ, પાંચ પીએસઆઇ, ૧૦૦ પોલીસ જવાનો, હોમગાર્ડ અને જીઆરડી જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

ભાજપ તરફથી અસલમ કુરેશી અને કોંગ્ેરસમાંથી સતિષ વંશે ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે. આ બે જ ઉમેદવાર વચ્ચે સ્પર્ધા છે. જેમાં બેમાંથી કોનો વિજય થાય છ તે જોવું રહ્યું.

(12:56 pm IST)