સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd October 2019

ભાવનગરનાં ઉંચડીમાં ભત્રીજાની હત્યામાં કાકા મુકેશ કવાની ધરપકડ

 ભાવનગર તા૨૨: ભાવનગરના તળાજાના ઉંચડી ગામના મિસ્ત્રી યુવાનની સારવાર દરમિયાન મોત થતા મારામારી નો બનાવ હત્યામાં પરિણમ્યો હતો.ત્યારબાદ તપાસ ના કામે વિશેષ નિવેદનમાં યુવાનના કાકા નું નામ ખુલતા દાઠા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ઉચડી ગામના મિસ્ત્રી યુવાન હિતેશ કવાની માતા એ પોતાના દીકરા ને માથાના ભાગે ગામનાજ દશરથ રાજપૂત એ બોથડ પદાર્થમારી ઈજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ આપી હતી. જેને લઈ પોલીસે આઈપીસી ૩૨૬મુજબ ગુન્હો નોંધેલ.આરોપી દશરથ નારુંભાઈ ની ધરપકડ કરી હતી.

બાદમાં હિતેશને થયેલી ઈજાઓના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ.ત્યાં સારવારમાં અંતિમ શ્વાસ લીધા હતા. જેને લઈ પોલીસે હત્યા નો ગુન્હો નોંધેલ.

આ બનાવ ની તપાસ વાઢેર એ હાથ ધરી હતી.જેમાં ખુલવા પામેલ કે મારામારી ના દિવસે હિતેશ ને બેનચાપર કાકા મુકેશ મથુર કવા સાથે અગાઉ ની બાબતે બોલાચાલી થયેલ.ને મામલો ઉગ્ર બનેલ.

એ સમયે દશરથ ની પનોતી બેઠીહોય તેમ તે અહીં આવતા મધ્યસ્થી કરવા જતાં હિતેશ સાથે બોલવાનું થતા દશરથ બોથડ પદાર્થ લાવી માથા અને પગ ના ભાગે મારવા લાગેલ.આથી હિતેશ ની માતા આવી જતા દીકરા ને છોડાવી સારવારમાં ખસેડેલ.

એ સમયે પરિવારના મુકેશ મથુરભાઈ વિરુદ્ઘ ફરિયાદ માં નામ નોંધાવેલ નહિ.પણ જયારે આ બનાવ હત્યા માં પરિણમ્યો ત્યારે ઝીણવટ ભરી તપાસ માં ખુલવા પામેલ.જેમાં હિતેશ પર દશરથ એ જયારે હુમલો કર્યો ત્યારે કાકા મુકેશ કહેતા હતા કે હજીમાર એજ લાગનો છે. પોલીસે મુકેશ મથુરભાઈ કવા ની ધરપકડ કરી હતી.'

(11:49 am IST)