સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd October 2019

જામનગર-ધ્રોલ-જોડિયા તાલુકામાં મગફળી-કપાસ માટે વધુ વિજ પુરવઠો આપવા રાઘવજીભાઇ પટેલની માંગણી

 જામનગર તા. રરઃ જામનગર તાલુકાના ૧૯ર જેટલા ખેડુત ખાતેદારના ચાલુ વર્ષના કપાસના વિમાની બાકી રહી ગયેલ છે તે બાબતે વિમા કંપનીને રજુઆત કરી બાકી રહેલ ખેડુત ખાતેદારોને વિમાની રકમ મળે તેવી રજુઆત કરેલ, જામનગર તાલુકાના વાણીયાગામે ઘણા લાંબા સમયથી થયેલ એસ.ટી. બસનો :ટ ફરીથી ચાલુ કરવા, દડીયા ગામે લખમણભાઇ વીશાભાઇ ફલીયા ધરથી ભલાભાઇ ભીખાભાઇ ધર સુધી તથા દડીયા અન્યો બીજા ૭ જેટલા આસામીઓના ઘર પાસે વિજપોલ ઉભા કરી વિજ પાવર મળવા, જામનગર (ગ્રામ્ય) માં ઇ-ધરામાં એન્ટ્રીઓ પાડવામાં થતી મુશ્કેલીઓ તથા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પરીપત્રની અમલવારી કરાવવા, રાવલસર ગામે પોસ્ટમેન દ્વારા ટપાલ સમયસર મળે તે માટે, ખીજડીયા ગામે ગ્રામ પંચાયતમાં નવું કોમ્પ્યુટર ફાળવવા, જાબુંડા ગામે આવેલ પોસ્ટ ઓફીસનું નવું મકાન બનાવવા, ખીમરાણા ગામની જીવાદોરી સમાન પુલ આવેલ છે તેની ઉપર ઓવરબ્રીજ બનાવવા બાબત, ધુંવાવથી જોડીયા સુધી ક્ષાર અંકુશ વિભાગ દ્વારા લાંબા સમયથી બાકી રહેલ કામ પુર્ણ કરવા, ધ્રાગડા ગામના ખાતેદાર ભાલોડીયા હીરજીભાઇ મેઘજીભાઇએ કરેલ લાગુ જમીન મેળવવાનો પ્રશ્ન લાંબા સમયથી પેન્ડીંગ છે તે ઝડપી નીકાલ કરવા તથા એકત્રીકરણની કાર્યવાહી પુર્ણ કરવા, એસ.ટી. દ્વારા જે લોકલ બસને ઇન્ટરસીટી તરીકે ગણાવે છે તે બોર્ડ કાળા રંગના કરવા બાબત, જામનગર રાજકોટ સ્ટેટ હાઇવે- રપ ઉપર રખડતા-રેઢીયાર ઢોરને દુર કરવા, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના અંતર્ગત બાકી રહેલ પરીવારોને એલ.પી.જી. ગેસ કનેકશન આપવા, નાગાજારથી ઘુડશીયા રોડ પર આવેલ ખેતરોમાં વરસાદના કારણે પાણી ભરાઇ છે તેનું નિરાકરણ લાવવા, ઇન્દીરા ગાંધી નેશનલ ઓલ્ડ પેન્સન તથા વૃધ્ધ અને નિરાધાર પેન્શન યોજના અંતર્ગત લાભાર્થીઓને થતી તકલીફ દુર કરવા ધ્રાંગડા તથા સોયલ ૬૬ કે. વી. સ્ટેશનમાં પેનલ અલગ કરવા, જામનગર ડેપોથી ઉપડતી સવારે પ વાગ્યાની બસ જામનગર બોડકી વાયા બાલાચડીનો જે :ટ બંધ છે તે ફરી ચાલુ કરવા.

જોડીયા શ્રી શેઠ કે.ડી.વી. ઉચ્ચતર માધ્યમિક શાળા (હાઇસ્કુલ)નું નવી બીલ્ડીંગ બાંધવા બાબત, જામનગર ઝીઝુડા-બોડકી બસનેઢ બોડકીથી ૭ કિ.મી. મોટા દહીસરા સુધી લંબાવવા બાબત, ખંભાળીયા ડેપોની ખંભાળીયા મોરબી બસ સેવાનો આમરણથી ધુકળોટ, ફડસર વાળો :ટ ફરીથી ચાલુ કરવા, જામનગરથી બોડકાનો :ટ બોડકીથી પડાણા-અંબાલા-માવનાગામ સુધી લંબાવવા, ધ્રોલ સબ ડિવીઝન હેઠળના આમરણ હેડ વર્કસથી ફસર ગામ સુધી નાખવામાં આવેલ પાણીની પાઇપ લાઇન નવી નાખવા બાબત હજનાળીથી ભાદરા સુધીનો રોડમાં ખાડા પડી ગયેલ છે તેને પેચ વર્ક કરવા, આમરણ ડેમી નદી અને તારાણા પાસે આજી નદીના પુલની રેલીંગ/પારા રીપેર કરવડા, કુન્નડ ગામે ક્ષાર અંકુશ વિભાગની ખુલ્લી કેનાલ ઉપર પુલીયું બનાવવા, તારાણા ગામની સીમમાં આજી-૪ માંથી છોડવામાં આવતું પાણી બંધ કરવા, વ્યાજબી ભાવના દુકાનદારને અન્નપુર્ણા યોજના પહેલાની રકમ મજરે મળવા, મેમાણા ગામના ખાતેદારના ઇ-ધરામાં લોક થયેલ ૭/૧ર, ૮-અ ની નકલ માટે માંગ કરી છે.

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે જુદા જુદા પ્રશ્નોની મીટીંગમાં રજુ કરતા જવાબદાર અધિકારીશ્રીએ લાગુ પડતા અધિકારીઓને આ પ્રશ્નનો તાકિદે નિકાલ લાવવાની ખાત્રી આપેલ છે.

(11:46 am IST)