સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd October 2019

લોધીકામાં મચ્છરોનો ભયંકર ઉપદ્રવઃ બેન્ક દ્વારા વ્યાજ માફીનો લાભ આપવામાં ઠાગાઠૈયા

મનરેગા દ્વારા શૈચાલયના લાભાર્થીઓને અન્યાયઃ કેટલ શેડ બન્યા પછી સહાય ચુકવાતી નથીઃ વિવિધ અણઉકેલ પ્રશ્નો મુદ્દે રજુઆત

લોધીકા તા. રર : લોધીકા તાલુકાના લોકો, કિશાનોને સ્પર્શતા વિવિધ પ્રશ્નોના વહેલી તકે નિરાકરણ લાવવા સંબંધિત ક્ષેત્રને રજુઆત કરવામાં આવેલ છે.

રજુઆત મુજબ લોધીકા ખાતે આવેલ એસ.બી.આઇ. બેંકમાં તાલુકાના કિશાનોએ ગત વર્ષે પાક ધિરાણા લીધેલ છેલ્લે અપુરતા વરસાદને લઇ પાક નિષ્ફળ ગયેલ જે તે વખતે સરકારશ્રીએ જાહેર કરેલ કે પાક ધિરાણ વગર વ્યાજે આપવામાં આવશે પરંતુ તેમ છતા સરકારશ્રીના નિયમોની અવગણાના કરી બેંક દ્વારા દરેક ધિરાણ લેનાર કિશાનો પાસેથી વ્યાજ વસુલ કરેલ. આ અંગે અનેક વાર રજાુઆત કરવા છતા ખેડુતોને વ્યાજ માફી યોજનાનો લાભ મળેલ નથી.

મનરેગા યોજનાઃ તાલુકા પંચાયતમાં મનરેગા યોજના હેઠળ તાલુકાના અનેક લાભાર્થીઓએ વાડીઓમાં કેટલ શેડ બનાવેલ છે આ યોજના હેઠળ ખેડુતોના કેટલ શેડ બની ગયાને એક વર્ષથી વધુનો સમય વિતિ ગયેલ હોવા છતા કિશાનોને શેડના :પીયા ચુકવાયા નથી. તેવી જ રીતે ઘેર ઘરે શૌચાલયના અભિગમ હેઠળ સરકારની યોજના મુજબ લોકોએ સંડાશ-બાથ:મ બનાવેલ પરંતુ આજ સુધી અનેક લાભાર્થીને પેમેન્ટ મળેલ નથી. દુર દુર ગામોથી આવતા લાભાર્થીઓને ધરમ ધકકા થાય છે ઉપરાંત અનેક ગામોમાં નિયમ મુજબ આંગણવાડી બનેલ છે પરંતુ બાંધકામ કરનારને પેમેન્ટ મળેલ નથી.

આરોગ્ય તંત્રઃ તાલુકામાં અતિ વરસાદ પડવાને લઇ વરસાદી પાણી ભરવાના કારણે છેલ્લા એક માસથી સતત તાવના કેસો જોવા મળી રહ્યા છે. મચ્છરોના ભયંકર ઉપદ્રવ અને વાયરલ ઇન્ફેકશનને લીધે ડેન્ગ્યુ, મેલેરીયા, શરદી, તાવનો રોગચાળો વકર્યો છે સરકારી તેમજ ખાનગી દવાખાનાઓ દર્દીથી ઉભરાય છે ત્યારે તાલુકામાં આરોગ્ય તંત્ર બે ધ્યાન હોય તેમ હજુ સુધી ડી.ડી.ટી.નો છંટકાવ થયેલ નથી તથા લોક જાગૃતિના પગલા ભરવી રજુઆત થઇ છે.

ઉકત પ્રશ્નોના નિરાકરણ માટે ચાંદલીના મોહનભાઇ ખુટ, પીપરડીના પૂર્વ સરપંચ સાવજુભા જાડેજા, લોધીકાના પૂર્વ સરપંચ પ્રવીણભાઇ સખીયાએ રજુઆત કરેલ છે.

(11:45 am IST)