સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd October 2019

મોરબીની મુલાકાતે રોટરી ડીસ્ટ્રીકટ ગવર્નર

મોરબીઃરોટરી કલબ મોરબીની મુલાકાતે રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ ના ગવર્નર અનિષભાઈ શાહ તથા આસી. ગવર્નર જૈમિનિભાઈ ઠાકર કલબની સત્ત્।ાવાર મુલાકાતે પધાર્યા હતા જે પ્રસંગે રોટરી પરિવારમાં નવા પાંચ મેમ્બરને શપથ લેવડાવેલ. પારસભાઈ મહેતા,અશોકભાઈ મહેતા, અર્જુન ભાઈ મિસ્ત્રી,હુઝેફા લાકડાવાલા, તથા અદનાન ભારમલ મોરબી રોટરી પરિવારમા સામેલ થયા હતા આ પ્રસંગે મોરબી રોટરી કલબના સભ્યો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મોરબી રોટરી કલબના પ્રેસિડન્ટ રૂપેશભાઈ પરમાર (કવિ જલરૂપ ) સ્વાગત કરેલ. સેક્રેટરી અબ્બાસભાઈ લાકડાવાલાએ વર્ષ દરમિયાન કરેલ કામગીરીની માહિતી આપેલ. આભાર દર્શનરવિનભાઈઆશરે કરેલઅને કાર્યક્રમનું સંચાલનરોટેરીયન પ્રકાશભાઈ દોશીએ કર્યું હતું. સહિત ડીસ્ટ્રીક ગર્વનરનું સ્વાગત કરવામાં આવ્યું છે તે તસ્વીર.

(11:42 am IST)