મેંદરડા માર્કેટીંગ યાર્ડના ચેરમેનપદે સોલંકી વા.ચેરમેન રાજાણી વરાયા
મેંદરડા તા.૨૨ : મેંદરડા મા.યાર્ડના ચેરમેનની ચુંટણી થતા સર્વાનુમતે સંમતીથી આ વિસ્તારના સીનીયર આગેવાન તેમજ રાજયના પૂર્વ મંત્રી દેવાણંદભાઇ સામતભાઇ સોલંકી તેમજ વાઇસ ચેરમેન લવજીભાઇ નાથાભાઇ રાજાણીની વરણી થતા આ વિસ્તારમાં ખુશીની લાગણી ફેલાઇ છે.
આગામી સમયમાં મેંદરડા યાર્ડ ખૂબ જ પ્રગતી કરે તેમજ મેંદરડા તાલુકાના ખેડૂતોને વધુમાં વધુ ખેત જણસીના ભાવ મળે તેવા પ્રયત્નો નવા વરાયેલ ચેરમેન દેવાણંદભાઇ સોલંકી તેમજ ડિરેકટરોની ટીમ કરશે તેવી ખાતરી આપી છે. આજ દિવસે વાઇસચેરમેનની પણ નિયુકતી થઇ છે. જેમાં લવજીભાઇ નાથાભાઇ રાજાણી (વેપારી) સર્વાનુમતે નિમણુંક થઇ છે. તેઓએ પણ યાર્ડનો વિકાસ થાય ખેડૂતોનુ ભલુ થાય તેવા કાર્યો કરવાની ખાત્રી આપી છે.
જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ તેમજ જીલ્લા સહકારી બેંકના એમ.ડી.દિનેશભાઇ ખટારીયા તેમજ જીલ્લા ભાજપના મહામંત્રી હિરેનભાઇ સોલંકી તેમજ જીલ્લા સહકારી બેંકના ચેરમેન એલ.ટી.રાજાણી તેમજ દિપકભાઇ અભાણી તેમજ મેંદરડા તા.ભા. પ્રમુખ અને ટીમ હાજર રહ્યા હતા.