સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd October 2019

જસદણમાં જૂના યાર્ડ પાછળના પુલના જોડાણનું સમારકામ કરવા માંગણી

 જસદણ તા.રર : જસદણ તા. ૨૧ ૅંજસદણમાં તાજેતરમાં જ તંત્ર દ્વારા લાખોના ખર્ચે ભાદર નદી પરનો આદમજી રોડ નજીક જુના યાર્ડ પાછળનો પુલ બનાવવામાં આવ્યો હતો. જયારે આ પુલ બનતો હતો ત્યારે પણઙ્ગ પુલના કામમાં ગેરરીતી થતીઙ્ગ હોવાની લોકોમાંથી ફરિયાદ ઉઠીઙ્ગ હતી. છતાં જેતે જવાબદાર તંત્ર દ્વારા કોન્ટ્રાકટર વિરુદ્ઘ કાર્યવાહી કરવાના બદલે ભીનું સંકેલી લેવામાં આવ્યું હોવાથી હાલ હજારો રાહદારીઓ અને વાહનચાલકો પુલ પ્રશ્ને પારાવાર પરેશાનીઓ ભોગવી રહ્યા છે. ત્યારે અધૂરામાં પૂરું આ પુલની કામગીરી પણ જેતે તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. પરંતુ આ પુલ રોડથી ચાર ફૂટ જેટલો ઉંચો કરવામાં આવ્યો હોવાથી વાહનચાલકોને પુલ પરથી પસાર થવામાં ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. બીજી બાજુ આ પુલને બંને બાજુ રસ્તા સાથે યોગ્ય રીતે જોડવામાં આવ્યો નથી. અનેક લોકો ત્યાંથી પસાર થતા પડી જાય છે. યોગ્ય કરવાની માંગણી પ્રજાજનોમાંથી ઉઠવા પામી છે.

(11:32 am IST)