સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd October 2019

ધોરાજીમાં ભાઇની અંતિમ વિધીમાં બહેનોએ કાંધ આપી

 ધોરાજી : સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ ગાંધીવાડી પાસે રહેતા અને માર્કેટીંગનો વ્યવસાય કરતા પંકજભાઇ ધનજીભાઇ સોલંકી (ઉ.ર૭) નું અવસાન થતા સ્ટેશન પ્લોટ વિસ્તારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગયેલ હતી. અને સ્વ. પંકજભાઇની લાડલી બહેનોએ પોતાના ભાઇ ને કાંધ આપેલ અને સ્વ.ના અંતીમ સંસ્કાર બહેનો એ જ કર્યા હતા. આ તકે ઘેરો શોક છવાયો હતો. (તસ્વીર - અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા ધોરાજી)

(11:25 am IST)