સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd October 2019

ભાણવડના નામપરમાં ભેંસ ચરાવવા પ્રશ્ને યુવાનને માર માર્યો

ખંભાળીયા તા. રર : ભાણવડના જામપરમાં ભેંસ ચરાવવા બાબતે યુવાનને મારમારતા. જામપર ગામે રહેતા કેશુભાઇ હમીરભાઇ છુછરએ ભાણવડ પોલીસ મથકમાંં ફરીયાદ નોંધાવી છે કે જીણા પુંજા છુછરની ભેંસ અમારી વાડીમાં ચરતી હોય જેની ના પાડતા જીણા પુંજા છુછર તથા તેનો પુત્ર નરેશ જીવણ છુછરે ઉશ્કરેાઇ જઇ ઢીકાપાટુનો માર મારી ખપૈયાનો ઘા મારતા ઇજા થવાથી સારવાર લીધી હતી. બનાવ અંગે ભાણવડ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આરંભડામાં નજીક જુગાર રમતા પાંચ ઝડપાયા

મીઠાપુરના આરંભડામાં ચોપગી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા બુધા ગીગા વાઘેલા, પુના મારૂ ચૌહાણ, જગમાલ લખમણ ચૌહાણ, લઘુ ભવાન મકવાણા, જયાબેન કરમશી કાવઠીયાને રોકડા રૂ. ર૦પ૦ સાથે ઝડપી લઇ મીઠાપુર પોલીસે કાર્યવાહી કરી હતી.

(11:20 am IST)