સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd October 2018

ર૯મીએ કારોબારીઃ જસદણની ચૂંટણી જાહેર થઇ જાય તો આચારસંહિતા

રાજકોટ, તા. રર : જિલ્લા પંચાયતની ખાસ કારોબારી બેઠક તા. ર૯મીએ સવારે ૧૧ વાગ્યે જિલ્લા પંચાયતના સભાખંડમાં અધ્યક્ષ શ્રીમતિ રેખાબેન પટોળિયાની અધ્યક્ષતામાં મળનાર છે.

આ વખતે વધુ એક વખત 'ખાસ' કારોબારી બેઠક બોલાવવામાં આવી છે. જેમાં બિનખેતીના અને વિકાસના અન્ય કામો એજન્ડામાં છે. આજે સાંજ સુધીમાં એજન્ડા બહાર પાડી દેવાની વહીવટી તંત્રની ગણતરી છે. આજે એજન્ડા બહાર પડે તો જ ર૯મીએ કારોબારી મળી શકશે. કારોબારી બેઠક પૂર્વે જસદણની પેટાચૂંટણી જાહેર થઇ જશે તો તેની અસર કારોબારીના નિર્ણયો પર પડશે. આચારસંહિતા માત્ર એક વિધાનસભા ક્ષેત્ર પૂરતી રહેશે, પરંતુ સમગ્ર જિલ્લાને લગતા ઠરાવો થઇ શકે નહિ. આચારસંહિતા લાગુ પડવાના સંજોગોમાં કારોબારી બેઠક ઔપચારિત બની રહેશે.

(4:07 pm IST)