સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd October 2018

મોરબી પાસે પાણીના ટેન્કરે બાઇકને ઉલાળતા ઝીકીયાળી ગામના કાકા અને ભત્રીજાનું મોત

દિનેશભાઇ પીપળીયાનું ઘટના સ્થળે અને તેના કાકા કેશુભાઇનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

મોરબી, તા. રર : મોરબીના ઝીકીયારીથી જીવાપર ગામ જવાના રસ્તે પાણીના ટેન્કરે ડબલ સવારી બાઇકને ઠોકરે ચડાવતા બાઇકસવાર કાકા-ભત્રીજાનું કરૂણ મોત થયા છે તો બેફામ દોડતા પાણીના ટેન્કરો પર લગામ લગાવવાની માંગ પણ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે. મોરબીના ઝીકીયાળી ગામના રહેવાસી અશોક રમેશભાઇ પીપળીયાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપી ટેન્કર જીજે૧ર-ડબલ્યુ ૮૪૭૦ના ચાલકે પુરઝડપે પાણીનું ટેન્કર ચલાવી બાઇકને ઠોકરે ચડાવતા બાઇક સવાર ફરીયાદીના કૌટુંબિકભાઇ દિનેશભાઇ અને તેના કાકા કેશુભાઇ હેમુભાઇ પીપળીયાને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં ભાઇ દિનેશભાઇનું ઘટના સ્થળે મોત નિપજયું છે. જયારે કાકા કેશુભાઇ પીપળીયાનું સારવાર દરમિયાન મોત થયું છે. તાલુકા પોલીસે ટેન્કર ચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવીછે.

(3:46 pm IST)