સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd October 2018

યુપી, બિહારના શ્રમિક લોકો સાથે ગુજરાતમાં કેટલીક જગ્યાએ થયેલ દુર્વ્યવહાર સામે ગોંડલમાં સદભાવના કાર્યક્રમ યોજાયો

ગોંડલ, તા.૨૨: ગુજરાતમાં તાજેતરમાં યુપી બિહાર ના શ્રમિકો સાથે થઈ રહેલા દુર્વ્યવહાર સામે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે સદભાવના કાર્યક્રમ યોજવા પામ્યો હતો, હાજર રહેલા બહોળી સંખ્યામાં શ્રમિકોને પદાધિકારીઓ, અધિકારીઓ દ્વારા સુખ શાંતિ નો વિશ્વાસ આપવામાં આવ્યો હતો.

માર્કેટિંગ યાર્ડ ખાતે નગરપાલિકા તંત્ર દ્વારા યુપી, બિહારના શ્રમિકો માટે સદભાવના કાર્યક્રમ માં ધારાસભ્ય ગીતાબા જાડેજા, માર્કેટ યાર્ડ ના ચેરમેન જેન્તીભાઈ ઢોલ, પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઠાકોર કોળી નિગમ ના ભુપતભાઇ ડાભી, પાલિકાના કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, પ્રાંત અધિકારી રાયજાદા, મામલતદાર ચુડાસમા, ડીવાયએસપી જાડેજા સાહિતનાઓ હજાર રહ્યા હતા, અને તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સુખ શાંતિનો વિશ્વાસ આપવામાં આવ્યો હતો.

આ તકે પરપ્રાંતીય શબ્દ ભારતના કોઈ પણ વ્યકિત ને કહીજ ના શકાય સર્વે ભારતીયોજ છે તેવું કહી યુપી બિહારના લોકોને પરપ્રાંતીય કહેવાનું બંધ થવું જોઈએ તેવું કહેવાયું હતું.

ગોંડલ કે ગોંડલ વિસ્તારમાં રહી રોજી રોટી કમાતા યુપી બિહારના શ્રમિકોને પદાધિકારીઓ અને અધિકારીઓએ વિશ્વાસ અપાવ્યો હતો કે આ વિસ્તારમાં સુખ શાંતિ થી રહી રોજી રોટી કમાઓ કોઈ પણ જાતની અફવામાં આવવું નહીં કોઈ પણ પ્રશ્ન ઉદ્બવેતો પોલીસ કે સરકારી તંત્ર નો સંપર્ક કરવો તેનો ત્વરિત નિકાલ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

(12:34 pm IST)