સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd October 2018

ઓખા રઘુવંશી ખેલૈયાઓએ જલારામ મંદિર આરંભડા ખાતે રાસની રમઝટ બોલાવી

ઓખા : ઓખામાં છેલ્લા પાંચ વર્ષથી ઓખા મહાજન વાડી ખાતે ઓખા રઘુવંશી સેવા સમિતિના નેજા હેઠળ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાય છે. જેમાં નાના, મોટા યુવાનો સાથે રઘુવંશી મહિલાઓ રાસની રમઝટ બોલાવે છે. આ ગરબીના મુખ્ય સંચાલક શ્રી જગુભાઇ રામાણી તથા શ્રી રમેશભાઇ સામાણી જહેમત ઉઠાવી આ મહોત્સવને સફળ બનાવે છે. આ વર્ષે આ ગરબી માં લોહાણા મહાપરિષદના ''અમે સહુ રઘુવંશી સંતાન'' અને ''હર હર મહાદેવ આયો'' ના આ બન્ને ગરબાએ ધુમ મચાવી હતી. નવમાં નોરતે ઓખા રઘુવંશી બાળા સાથે રઘુવંશી ખેલૈયાઓ જલારામ મંદિર આરંભડા ખાતે આ ગરબા રજુ કરી સર્વેને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અહીં જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી મનસુખભાઇ બારાઇ તથા અહીંના મહિલા પી.એસ.આઇ. શ્રી ચંદ્રકલાબા જાડેજા એ તમામ રઘુવંશી ખેલૈયાઓને પ્રોત્સાહિત ઇનામો આપી શુભેચ્છા પાઠવી હતી. તે પ્રસંગની વિવિધ તસ્વીરો.(તસ્વીરઃ ભરત બારાઇ,)

(12:26 pm IST)