સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd October 2018

સોૈરાષ્ટ્ર -કચ્છમાં સવારે ઠંડીનો ચમકારો

વહેલી સવારે શિયાળા જેવા વાતાવરણના અનુભવ બાદ આખો'દિ ઉકળાટ

રાજકોટ તા.૨૨: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં આજે વહેલી સવારના સમયે ઠંડકની અસર અનુભવાઇ રહી છે. અને લોકોને શિયાળા જેવા વાતાવરણનો અનુભવ થઇ રહયો છે.

જો કે સુર્યનારાયણના દર્શન થવાની સાથે જ આખો દિવસ અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહયો છે.

જામનગર

જામનગરઃ શહેરનું હવામાનઃ મહત્તમઃ ૩૭, લઘુત્તમઃ ૧૮, ભેજ :૭૨ ટકા, પવનઃ ૩.પ કિ.મી. ઝડપી રહી હતી.(૧.૧૩)

(11:57 am IST)