સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 22nd October 2018

કોટડાસાંગાણીના જૂની ખોખરીમાં યુવક અને યુવતીના આપઘાતની અરેરાટી

સમાજ એક નહી થવા દે તેવા ડરથી જગદીશ સરવૈયા તથા મયુરી સુરાણીએ ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લીધી

તસ્વીરમાં યુવક અને યુવતીના મૃતદેહ નજરે પડે છે.(તસ્વીરઃ કલ્પેશ જાદવ.કોટડાસાંગાણી)

કોટડાસાંગાણી, તા.૨૨: કોટડાસાંગાણી તાલુકાના જુની ખોખરી ગામે એક યુવાને અને એક યુવતીએ અલગ અલગ સ્થળે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

તાલુકાના જુની ખોખરી ગામે રહેતાઙ્ગ જગદિશકાળુભાઈ સરવૈયા (ઉ ૨૪)એ ગામમાં આવેલ પોતાના જુના ઘરે અગમ્ય કારણોસર સવારના સુમારે દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જયારે અન્ય બનાવમા મયુરી બાઘજીભાઈ સુરાણી (ઉ.૨૦) એ પોતાના ઘરે દોરડાથી રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બંનેના મૃતદેહને પી. એમ. કોટડાસાંગાણી સીવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યા હતા. નાના એવા ગામમા યુવક યુવતીએ એક સાથે જીવન ટુંકાવતા ગામમા તરેહ તરેહની ચર્ચાઓ જાગી છે સુત્રોના જણાવ્યા મુજબ યુવક અને યુવતી વચ્ચે છેલા ઘણા સમયથી પ્રેમ સબંધ હોય અને બંને અલગ અલગ જ્ઞાતીના હોવાથી સમાજ એક નહી થવા દે તેવો ડર મનમા આવતા આ પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. બંનેએ સાથે જીવન ટુંકાવતાઙ્ગ નાના એવા ગામમા શોકની લાગણી ફેલાઈ છે. આ અંગે કોટડાસાંગાણી પોલીસના પી એસ આઈ કે બી સાંખલા રાઈટર ક્રિપાલસીંંહ રાણા સીધ્ધરાજસીંહ જાડેજા સહીતના સ્ટાફે પરીવારજનોના નીવેદન નોંધી ઝીણવટ પુર્વક તપાસ હાથ ધરી છે....(૨૩.૭)

(11:55 am IST)