સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd September 2021

લોધીકાના તરવડામાં બિમારીથી કંટાળી ઝેર પી જતાં ભાવિકાનું મોત

રાજકોટ તા. ૨૨રૂ લોધીકાના તરવડા ગામે રહેતી ભાવિકાબેન કિશોરભાઇ લક્કડ (ઉ.વ.૨૩) ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બનાવ અંગે હોસ્પિટલ મારફત જાણ થતાં માલવીયાનગરના એએસઆઇ જી. કે. પરમાર અને રવિરાજસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. કેટલાક દિવસથી ભાવિકા સતત બિમાર રહેતી હોઇ તેના કારણે પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં જણાવાયું હતું. લોધીકા પોલીસ વધુ તપાસ કરે છે. 

(11:09 am IST)