સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd September 2020

સોમનાથ મંદિરનું શૌચાલય છેલ્લા ૧૫ દિવસથી બંધ

જાણવણી કરવામાં તંત્ર ઉણું ઉતર્યું

પ્રભાસ પાટણ,તા.૨૨ : વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર પાસે રાજ્ય સરકાર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દેશ વિદેશથી આવતા યાત્રિકોની સુવિધા માટે સોમનાથ મંદિર પાસે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાની પાછળ રોડ સાઇડની રેલીંગ પાસે સરકારે મોટી આશા રાખીને જાહેર શૌચાલય, સ્નાનાઘર, લોકરરુમ, યુરીનલ લેડીઝ જેન્ટસ અલગ અલગ બનાવી આપેલું હતું. જે છેલ્લા પંદર દિવસથી સાવ બંધ છે. લોકો યાત્રિકો અને સોમનાથ સુરક્ષા સ્ટાફને પારાવાર અગવડ પડે છે. હાલના વ્યવસ્થાપક દ્વારા સોમનાથ ટ્રસ્ટને ભવનની પાણી ચઢાવતી મોટર બળી ગયાનું ઓફીસમાં જઇ વારંવાર જણાવેલ છે. પણ પરિણામ શુન્ય અને ના છુટકે પંદર દિવસથી તાળા પણ લાગી ગયાં છે. તા.૨૭ સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિવસ છે. ત્યારે સરકારના તંત્રે આભવનની મોટરની મરામત કરાવવામાં કે અન્ય સ્ટાફ ચાલુ કરવામાં ઘોર બેદરકારી દાખવનાર સામે કડક પગલાં લેવા જરૂરી છે.

(9:08 pm IST)