સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd September 2020

જૂનાગઢમાં વીજ લાઈન સાથે ચોંટી જતા એક બાળકનું કમકમાટીભર્યું મોત

હેવી વીજલાઇનમાં ફસાયેલી પતંગને ખેંચવા લોખંડની ખિલાસરીનો આસરો લેતા વીજકરંટ લાગ્યો

જૂનાગઢ : જૂનાગઢમાં વીજ લાઈન સાથે ચોંટી જતા એક બાળકનું મોત નિપજયું હતું. શહેરમાં સરદાર  બાગ પાસે આવેલ ઘાચી પટ વિસ્તારમાં રહેતા મુજાહીદ યુસુફભાઇ મોરવાડીયા નામનો બાળક બપોરે મકાનની અગાસી અગાસી પરથી પતંગ ચગાવતો હતો. ત્યારે ઉડતા ઉડતા પતંગ હેવી વીજ લાઈનમાં ફસાઈ ગઈ હતી. આથી બાળક વીજ લાઈનમાંથી  પતંગ ખેંચવા લોખંડની ખિલાસરીનો આશરો લીધો હતો પરંતુ  જોરદાર વીજ કરંટ લાગતા ૧૨ વર્ષનો મુજાહીદ ભડથું થઈ ગયા હતા. આ અંગેની જાણ થતા પીજીવીસીએલ અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. અને વીજ પુરવઠો બંધ કરીને બાળકનાં મૃતદેહને  નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ ઘટનાથી પતંગ રસીયાઓમાં હલચલ સાથે અરેરાટી વ્યાપી ગઈ છે

(7:04 pm IST)