સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd September 2020

જામકંડોરણાના ચિત્રાવાડ ગામનો બનાવ વિજળી પડતા ૭ અબોલ પશુઓના મોત : અશ્રુધારા સાથે દફનવિધિ

'ગૌમાતાનું અમો રક્ષણ કરીશું' તેવા ગ્રામજનોએ શપથ લીધા : રોજગાર ધંધા બંધ રાખ્યા

ધોરાજી : ગાયને હિન્દૂ ધર્મમાં માતા સમાન ગણવામાં આવે છે. હિન્દૂ ધર્મને માનનાર દરેક વ્યકિત ગાયની પૂજા કરે છે અને તેનું રક્ષણ કરે છે. ધાર્મિક આસ્થા સાથે ગાયનાં દરેક અંગમાં દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે.ત્યારે જામકંડોરણાના ચિત્રાવડ ગામે અઘટિત બનાવ બન્યો છે ગઈકાલે મેદ્યરાજા નું રોદ્ર સ્વરૂપ ધારણ કરી જામકંડોરણા પંથકને ધમરોળી નાખ્યું હતું વિજળી ના કડાકાભડાકા સાથે મેઘાવી મોહોલ સજર્યો હતો ત્યારે સમી સાંજે ગાયો નું ધણ ગામ તરફ આવવા ઉતાવળુ થઈ રહ્યું હતું ત્યારે આકાશી વિજળી ઓચિંતી આ ધણહર ઉપર પડતા પાંચ ગાયમાતા ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા અને બાજુમાં રમેશભાઈ ની વાડીએ એક ગાય અને એક ભેસ મળી કુલ સાત અબોલ પશુ એ આ આકાશી વિજળી ભોગ લીધો હતો આ બનાવના પગલે ચિત્રાવડ ગામ આખું ગાયમાતાની આ વસમી અંતીમ વિદાઈ વખતે હિબકે ચડ્યું હતું.  આ બનાવને પગલે ચિત્રાવડ ગામના લોકોએ રોજગાર બંધ રાખી શોક પાળ્યો હતો. ગાયમાતાની દફનવિધિમા ગામલોકો ની અશ્રુધારા સાથે ગાયમાતા નું અમો રક્ષણ કરશું તેવા સંકલ્પ સાથે અંતિમ વિદાઈ આપી હતી આ તોે સમગ્ર ગ્રામજનો હાજર રહી ગૌમાતાને શ્રદ્ઘાસુમન અર્પણ કર્યા હતા. (તસ્વીર : ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)

(11:48 am IST)