સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd September 2020

કોરોનાના લીધે દુકાનો બંધ રહેતા વેપારી મંડળના પ્રમુખને જાહેરમાં અપમાનિત કરાતા થાનમાં રોષ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૨ : સુરેન્દ્રનગર જીલ્લાના થાન ગામે અવારનવાર આવારા અને લુખ્ખા તત્વો દ્વારા વેપારીઓને રંજાડ કરવામાં આવતા વેપારીઓ ભારે ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે ત્યારે હાલમાં કોરોના વાયરસને લઈને થાન વેપારી મહામંડળના પ્રમુખ સુભાષભાઈ શાહ દ્વારા બેઠક કરી ગામને બે વાગ્યા પછી બંધ રાખવા માટેની સર્વ થાનના ૭૦ જેટલા વેપારીઓ આ બપોર પછી લોક ડાઉનમાં જોડાવા માટે સહમત થઈ ત્યારે થાનમાં પાંચ દિવસથી બપોર બાદ ધંધા-રોજગાર બંધ રાખવા માટે વેપારીઓ જોડાયા હતા ત્યારે ૭૦ વેપારીઓના બદલે ૭૦૦ દુકાનો થાનમાં બંધ રહી હતી.

પ્રથમ દિવસે બંધ રહ્યા બાદ બીજા દિવસે અમુક લોકો ગામને ખોલાવવા માટે જ ધમકી આપી. આમ છતાં પણ વેપારીઓએ પોતાના ધંધા રોજગારના ખોલતા આખરે થાન ગામે ગલ્લા ઉપર આવી જાહેરમાં કાઠલો પકડી સુભાષભાઈને બે ફડાકા ઝીંકી અને કેમ તું લોકડાઉન આપે છે તેવું એલફેલ બોલી નાખેલ.

તેઓના જણાવ્યા અનુસાર કેટલાક સમયથી અવાર નવાર વેપારીઓને કનડગત કરવામાં આવે છે જેના કારણે સાત વેપારીઓ ગામ છોડીને ભાગી ગયા છે વેપારીઓ ધાક-ધમકીથી ડરી રહ્યા છે. આ સુભાષભાઈ એ જણાવ્યું કે હું અજરામર સસ્તામાં છેલ્લા ૩૦ વર્ષથી સેવા આપી રહ્યો છું. થાન ગામમાં ૩૦ વર્ષથી ત્રીજી પેઢીએ પણ વેપારી મહામંડળનો પ્રમુખ છું અને ગામમાં વેપારીઓનું મોરલ તોડવા માટે જાહેરમાં અપમાનિત કરી અને વેપારીઓ પર ધાક જમાવવાની કામગીરી કરી છે જયારે મારા પરિવારમાં મારી બેન મારા પત્ની અને મારી પુત્રી આ ઘટના બન્યા બાદ રાજકોટ ચાલ્યા ગયા ત્યારે કોરોના વાયરસનું લોકડાઉન જાહેર કરતા આ ખાર રાખી અને મને માર મારવામાં આવ્યો છે ત્યારે થાન પોલીસ મથકમાં આજે ફરિયાદ નોંધાવવાનો છું. એક વ્યાપારીને માર મારવાના કારણે થાન ગામના વેપારીઓ પણ સાથે જોડાઈ અને રજૂઆત કરવાના હોવાનું જણાવી રહ્યા છે ત્યારે રાજકીય લેવલે ખળભળાટ સર્જાયો છે ને  વેપારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

(11:46 am IST)