સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd September 2020

પોલીસે માર મારતા લીંબડીના અનુસુચિત જાતિના પરિવાર ઉપવાસ ઉપર ઉતર્યો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. રર :  લીમડીમાં દસ દિવસ અગાઉ ત્રણ અનુસૂચિત જાતિના યુવકોને પોલીસે માર માર્યા હોવા નો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો આ ત્રણ લોકોને માર મારતાં ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તે સમયે જ પરિવારજનો અને અનુસૂચિત જાતિના યુવકો અને આગેવાનો દ્વારા લીમડી મામલતદાર કચેરી ખાતે પીએસઆઇને સસ્પેન્ડ કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી.

દસ દિવસ જેટલો સમયગાળો વીતી ગયા હોવા છતાં પણ આ બાબતે કોઈપણ જાતની કાયદેસરની કાર્યવાહી ન કરવામાં આવતા અનુસૂચિત જાતિના યુવકો અને પરિવારજનો માં રોષ વ્યાપી જવા પામ્યો છે અને કાલ થી ભોગ બનનાર અનુ. જાતિના યુવકો સહિત પરિવારજનો અને આગેવાનો એ ડો. આંબેડકરની પ્રતિમા પાસે પ્રતિક ઉપવાસનો આંદોલનનો પ્રારંભ કર્યો છે.

અનુજાતીના ત્રણ યુવકો વ્યસન કરતા હોવાનું જણાવી પોલીસ મથકે લઇ જઇ માર માર્યો હોવાનો પરીવારજનોએ આક્ષેપ કર્યો હતો.

(11:41 am IST)