સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd September 2020

શિહોરમાં કચરાના ઢગલામાંથી એટીએમ કાર્ડ ચેકબુકો મળી આવ્યા : ખળભળાટ

લોકોને ખબર પડતા જનધન યોજનાના ખાતેદારો પહોંચી ગયાને પોતાના કાર્ડ ગોતીને લઇ ગયા

ભાવનગર પંથકમાંથી કચરાના ઢગલામાંથી જનધન યોજનાના ખાતેદારોના એટીએમ કાર્ડ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. તેની તસ્વીર. (તસ્વીરઃ મેંઘના વિપુલ હિરાણી-ભાવનગર)

ભાવનગર, તા. રર : શિહોરમાં ટાણા રોડ પર ઉકરડાની બાજુમાં આવેલ અવાવરૂ જગ્યામાં આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમ કાર્ડ અને ચેકબુકો કચરાના ઢગલામાંથી મળી આવતા ભારે ચર્ચા જાગી છે. સિંહોરના જનધન યોજનાના ખાતેદારો કચરાના ઢગલામાંથી પોતાના નામ વાળા કાર્ડ લઇ ગયા હોવાનું જાણવા મળેલ છે.

મળતી વિગતો મુજબ ભાવનગરના વરલ ગામે આઇસીઆઇસીઆઇ બેંકની શાખા આવેલ છે. વરલ ગામના લોકોએ આ બેંકમાં જનધન ખાતા ખોલાવ્યા છે.

દરમ્યાન સિહોરના ટાણા રોડ પર એક ઉકરડાની નજીક અવાવરૂ જગ્યામાં મોટી સંખ્યામાં આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમ કાર્ડ અને ચેકબુકો પડી હોવાની ગ્રામ્યજનોને જાણ થતાં લોકો દોડી ગયા હતાં અને કચરાના ઢગલામાંથી પોતાના નામના એટીએમ ગોતવા લાગ્યા હતાં.

બેંકના એટીએમ કાર્ડ અને ચેકબુકો કચરાના ઢગલામાં કઇ રીતે પહોંચ્યા? તે અંગે ભારે ચર્ચા જાગી છે.

(11:41 am IST)