સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd September 2020

ઇન્ડિયન મેડીકલ એસો. મોરબી શાખાના નવા હોદ્દેદારો

મોરબી : ઇન્ડિયન મેડીકલ એસો મોરબી શાખાની નવી ટીમની રચના કરવામાં આઈ છે તાજેતરમાંમાં પદગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં પ્રમુખ તરીકે ડો. વિજય ગઢિયા, મંત્રી તરીકે ડો. દીપક અઘારાની વરણી કરવામાં આવી હતી. ઉપરાંત અન્ય હોદેદારોમાં ડો. ભાવિન ગામી ખજાનચી તરીકે, ડો. દીપક બાવરવા ઉપપ્રમુખ, ડી. જયદીપ કાચરોલા સહમંત્રી તરીકે નિમણુક કરવામાં આવી હતી નવી ટીમમાં બોર્ડ મેમ્બર તરીકે ડો. જયેશ સનારીયા, ડો. અશ્વિન બુદ્ઘદેવ, ડો. દેવીનાબેન અખાણી, ડો. હસમુખ સવસાણી, ડો. અલ્પેશ ફેફર, ડો. ચિરાગ અઘારા, ડો. જયેશ પનારાનો સમાવેશ કરાયો છે. પદગ્રહણ ઇન્સ્ટોલેશન ચેરમેન ડો. ધર્મેશ મણીઆર, ડી. દિલીપ તન્ના અને ડો. જયદીપ ગોસાઈ દ્વારા કરાવવામાં આવ્યો હતો જે પ્રસંગે આઈએમએ હોલ કમિટીના પ્રમુખ ડો. રમેશ બોડા ઉપસ્થિત રહ્યા હતા.

(11:39 am IST)