સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd September 2020

સાવરકુંડલાના શેલણા ગામે કોવિડ ૧૯ અંતર્ગત રેપિડ એન્ટીજન કેમ્પ યોજાયો

સાવરકુંડલા તા.રર : ડો. એચ. એફ. પટેલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ની સૂચના થી અને ર્ડો.એસ. બી. મીના સર તાલુકા હેલ્થ ઓફિસ સા. કુંડલા અને ર્ડો. ચિંતન ભંડેરી સર એમઓ પીએચસી મોટાંઝીંઝુડા ના માર્ગદર્શન નીચે આજે શેલણા ગામે  કોવીડ ૧૯ અંતર્ગત રેપિડ એન્ટીજન તપાસણી કેમ્પ રાખવા માં આવેલ.

 જાગૃત સરપંચ કાળુભાઇ લુણસર  ખાસ ઉપસ્થિત રહી એક જાગૃત સરપંચ તરીકે નું  ઉદાહરણ પુરૂ પાડી પોતે રેપિડ ટેસ્ટ કરાવ્યું હતું.  કાળુભાઇ લુણસર  દ્વારા લોકો ને  મોટી ઉમરના અને જેને લક્ષણો હોય તેવા લોકો એ ટેસ્ટ કરાવી લેવાની અને કોરોના અંતર્ગત ભય અને અફવા થી દૂર રહેવા  જણાવ્યું હતું. આ કેમ્પ માં ટેસ્ટ કરનાર તરીકે હિમાલય એ.પરમાર સ્ટાફ બ્રધર  એ સેવા આપેલ હતી.

આ કેમ્પ ને સફળ બનાવવા આર. યુ. મહિડા સુપરવાઈઝર મોટાંઝીંઝુડા હિંમતભાઇ એચ. પરમાર  કમલેશભાઈ ગેડીયા શિક્ષક શ્રી,  ફજિલા બેન બિલખિયા આશા ફેસીલેટર તથા  આશા બહેનો અને આંગણવાડી બહેનો એ  જહેમત ઉઠાવેલ હતી.

(11:39 am IST)