સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd September 2020

યુધ્ધ જહાજ 'વિરાટ' અલંગના દરિયામાં આવી પહોંચ્યુ

૩૦ વર્ષ ભારતીય નૌસેનાની શાન બની રહ્યું: માર્ચ-૨૦૧૭માં તેને સેવા મુકત કરાયેલ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૨: ભારતીય નૌસેનામાંથી નિવૃત વિમાનવાહક જહાજ 'વિરાટ' ભાવનગર નજીકનાં અલંગ શીપ બ્રેકીંગ યાર્ડનાં દરીયામાં આવી પહોૅચ્યુ છે. જહાજની કાલે કસ્ટમ અને જીએમબી દ્વારા જરૂરી કાર્યવાહી થયા બાદ બહાર પાણીએ રહેલુ઼ આ ઐતિહાસીક જહાજ અલંગનાં પ્લોટમાં આવી પહોંચશે.

આશરે ૩૦ વર્ષ ભારતીય નૌસેનાની શાન રહેતા આઇએનએસ વિરાટને ૬-માર્ચ ૨૦૧૭નાં ભારતીય નેવીની સેવામાંથી મુકત દેવામાં આવ્યુ હતું. આ યુધ્ધ જહાજ તેમાં છેલ્લી પાત્રા ભાવનગરનાં અલંગ શીપ બ્રેકટ મુકેશભાઇ પટેલએ જણાવ્યુ હતું કે ભારતીય નૌસેનાની ૩૦ વર્ષ સુધી આન બાન શાન રહેલા યુધ્ધ જહાજ 'વિરાટ'નું અલંગમાં આગમન થયુ છે તે માત્ર ભાવનગર જ નહિ ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત છે. આ જહાજ અલંગના બહાર પણ એ આવી પહોંચ્યુ છે અને કાલે કસ્ટમ ખાતે જીએમબીની જરૂરી કાર્યવાહી બાદ અલંગનાં પ્લોટમાં બીપ થશે. આ સમયે કેન્દ્રનાં મંત્રી ડો.માંડવીયા તેમજ રાજયનાં મુખ્યમંત્રીઓ કેન્દ્રમાંના અધિકારીઓ  પણ ઉપસ્થિત રહેશે.

(11:29 am IST)