સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd September 2020

તળાજા પોલિસને લસ્સીનો સ્વાદ ભારે પડયો

તળાજા પોલિસને લસ્સીનો સ્વાદ ભારે પડયો ચાર પોલિસ જવાન, એક આરોપી અને એક જીઇબી કોન્ટ્રેકટરની તબિયત બગડતા સારવારમાં

ભાવનગર, તા.૨૨: ભાવનગર જિલ્લાના તળાજા પોલિસ મથક સાથે વર્ષોથી મીઠા સબંધ રાખનાર વ્યકિત આજે પોલીસ મથક માટે લસ્સી લઈ ને આવેલ.પોલીસ કર્મીઓ, એક આરોપી અને એક જી ઇ બી કોન્ટ્રકટર મળી અનેક લોકોએ લસ્સી પીધી હતી.જેમા ચાર પોલીસ કર્મીઓ સહિત છ ની તબિયત બગડતા પોલીસ મથક સામેજ આવેલ નીલકંઠ આરોગ્ય ધામ ખાતે તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

તળાજા શહેર અને જિલ્લા ના પોલિસ બેડામાં ચકચાર માચવતા બનાવની મળતી વિગતો અનુસાર આજે બપોર બાદ તળાજા પોલીસને વારંવાર ખાણી પીણીની વસ્તુ પહોંચાડનાર પી.ડી નામના વ્યકિત લસ્સી લાવેલ હતા. લસ્સી પોલીસ કર્મીઓ, આરોપી સહિત અન્ય એ પીધી હતી. જેમાં ચાર પોલીસકર્મી, એક આરોપી અને એક.ઇલેકિટ્રશયન ને પેટમાં ગરબડ, ઝાડા ઉલટી થવા લાગતા પોલિસ મથક સામેજ બનેલ.નીલકંઠ આરોગ્ય ધામ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ.

હોસ્પિટલના સત્તાવાર સાધનો એ હેડ.કો રણજિતસિંહ પરમાર, મુકેશભાઈ બારૈયા, મનજીભાઈ કાપડિયા, હિમતભાઈ સરવૈયા તથા આરોપી મહેબૂબ પઠાણ રે પાલીતાણા, જયવંતસિંહ ચૌહાણ જી.ઇ.બી કોન્ટ્રકટર ને સારવાર આપવામાં આવી હતી.

પોલીસ જવાનોએ જણાવ્યું હતું કે માત્ર છ જ વ્યકિતને આ તકલીફ થઈ હતી પીધી હતી ઘણાએ. બનાવને લઈ ઇન્ચાર્જ પો.ઇ જે કે મૂળિયા પોતાના પોલીસ કર્મીઓની ખબર લેવા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

(10:23 am IST)