સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 22nd September 2019

જામનગરની સમર્પણ હોસ્પિટલમાં હોબાળો : પાંચ વર્ષના બાળકનું મોત: પરિવારનો તબીબની બેદરકારીનો આરોપ

હોસ્પિટલ તંત્ર અને ટ્રસ્ટી મંડળ દ્વારા સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ

જામનગરના સમર્પણ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે એક બાળકનું મોત થતા પરિવારજનોએ ડોકટરોની બેદરકારીનો આરોપ લગાવી હોબાળો મચાવ્યો હતો

  તબીબોની બેદરકારીને કારણે પાંચ વર્ષના બાળકનું મોત નિપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મિતરાજસિંહ વાઢેર નામનો 5 વર્ષનો બાળક ડેન્ગ્યૂની બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ હતો. બાળકના મોત બાદ લોકોના ટોળેટોળા હોસ્પિટલમાં એકઠા થયા હતા. રોષે ભરાયેલાં કેટલાંક લોકોએ હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી. સ્થિતિ વધુ ન વણસે તે માટે હોસ્પિટલ તંત્ર અને ટ્રસ્ટી મંડળ દ્વારા સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

(8:10 pm IST)