સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 22nd September 2019

ભાવનગરના સોડવદરામાં શાકભાજીની આડમાં ગાંજાનું વાવેતર : અરવિંદ ચૌહાણની ધરપકડ

ગાંજાના 33 છોડ મળ્યા : આઠ કિલો ગાંજો ઝડપાયો

ભાવનગર:  શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થોનો વેપલો દિનપ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ભાવનગર એસઓજીએ વરતેજ તાબેના સોડવદરા ગામેથી શાકભાજીની આડમાં ગાંજાનું વાવેતર કરતા શખ્શને આઠ કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો છે.

બાતમીના આધારે એસઓજીએ સોડવદરા ગામે અરવિંદ ચૌહાણની વાડીમાં તપાસ કરતા ગાંજાના 33 છોડ મળી આવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(6:19 pm IST)