સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd September 2018

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કચ્છના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે :બન્નીમાં માલધારીઓની વેદના જાણી

કચ્છની પરિસ્થિતિ ગંભીર અને દયનિય :સરકાર આગોતરું આયોજન કરવામાં નિષફ્ળ

ભુજ :ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કચ્છના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી પ્રમુખ અમિત ચાવડા સહિત જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓએ બન્ની પચ્છમ વિસ્તારની મુલાકાત લઈ માલધારીઓની વેદના જાણી હતી.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ માલધારીઓ અને અછતગ્રસ્તો સાથે મુલાકાત લીધા બાદ જણાવ્યું કે, કચ્છની હાલની પરિસ્થિતિ ગંભીર અને દયનિય છે.સરકાર કચ્છમાં આગોતરું આયોજન કરવામાં નિષફળ નીવડી છે

 ચાવડાએ આક્ષેપ કર્યો હતો.મુખ્યમંત્રી કચ્છમાં આવ્યા અને અછત જાહેર કરી પરંતુ તેની અમલવારી 1 ઓક્ટોબર થી થશે પરંતુ ત્યાં સુધી ના 8 દિવસોમાં કપરી પરિસ્થિતિ છે માલધારીઓને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ છે સરકાર કચ્છમાં નર્મદા થી પાણી પહોંચાડવાની જાહેરાત કરે છે.

 અહીંયા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે તેવું જણાવી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.સરહદી જિલ્લા એવા કચ્છમાં સરકાર ઘાસ ફાળવણી ની વાતો કરે છે પરંતુ અહીંયા પૂરતું ઘાસ નથી.1 ગાય ને અપાતો ચારો 10 ગાય વચ્ચે વહેંચવો પડે તેવી કપરી પરિસ્થિતિ અહીં સર્જાઈ હોવાનું ચાવડાએ ઉમેર્યું હતું. ત્યારે કચ્છમાં તાકીદે ઘાસ પાણી ફાળવાય , રોજગારીની તકો ઉભી કરવામાં આવે, રાહતકાર્યો વધારવામાં આવે, ખેડૂતોના પાક નિષફળ જવાથી વળતર ચૂકવાય તે સહિતની માંગ કરી હતી. અને આ અંગે તેઓ સરકારશ્રીને રજુઆત પણ કરશે.

(11:27 pm IST)