સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd September 2018

દુધ ડેરી મુદ્દે આક્ષેપો સાબિત થાય તો હું જાહેર જીવન છોડી દઇશ, નહીં તો અર્જુનભાઇ જાહેર જીવન છોડે : બાબુભાઇ બોખીરીયા

બાબુભાઇ પોતાના શબ્દો ઉપર અડગ રહે અને ચેલેન્જ સ્વીકારે : અર્જુનભાઇ મોઢવાડીયાનું ટવીટ

પોરબંદર તા.૨૨: ગઇકાલે અર્જુનભાઇ મોઢવાડિયાએ સાગર દુધ ડેરીનુ મોટા પાયે ભ્રષ્ટાચાર  ચાલતો હોય તે બાબતે બાબુભાઇ બોખીરીયાના કૌભાંડો હોય તેવા આક્ષેપો કરેલા. જયારે બાબુભાઇ બોખીરીયાએ જણાવ્યુ હતુ કે, જો મોઢવાડિયા આક્ષેપ સાબિત કરી આપે તો હુ જાહેર જીવન છોડી દઇશ અને સાબિત ન થાય તો અર્જુનભાઇ મોઢવાડિયા જાહેર જીવન છોડી છે.

આ બંન્ને નેતાઓના આક્ષેપોથી રાજકારણ  ગરમાવો આવ્યો છે.

અર્જુનભાઇ મોઢવાડિયાએ જે આક્ષેપો કર્યા છે તેવા કયારેય સાબિત થયા નથી તે મારી પહેલાના નેતા છે અને બે ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવેલ અને અર્જુનભાઇ પ્રદેશ પ્રમુખ હતા અને વિરોધ પક્ષના નેતા હતા.

તે પોતાના કાર્યકાળમા પ્રજા માટે શુ કર્યુ? અને પોતાના માટે શુ કર્યુ? તે પ્રજા જાણે છે

હંંુ અને મોઢવાડિયા સામ-સામે ચાર વખત ચૂંટણી લડયા છીએ તેઓએ મારી સામે આક્ષેપો કર્યા હતા જામજોધપુર તાલુકાના પરવડા ગામની વાડીની જમીનનો ઉલ્લેખ કર્યો છે તે જમીન માટે કોંગ્રેસ એક તપાસ સમિતીની રચના કરી છે જેનો આજે રિપોર્ટ પણ આવી ગયો હશે.

ન આવ્યો હોય તો અર્જુનભાઇએ તેનો રિપોર્ટ લઇને પ્રજા સમક્ષ રજુ કરવો જોઇએ તોજ પ્રજાને ખ્યાલ આવશે જે મારા અમુલ અને દુધસાગર ડેરી ઉપર આક્ષેપો કર્યા છે તેમા મારી પાસે હાલ કોઇ પુરી માહિતી નથી કેમ કે તેના ચેરમેન હાલ હાજર નથી અને મારી ઉપર જે કોઇ આક્ષેપ કરે તો સાબિત કરી આપે તો જાહેર જીવન મુકી દવ અને જો સાબિત ન થાય તો અર્જુનભાઇ મોઢવાડિયાએ જાહેર જીવન છોડી દેવુ જોઇએ.

આ અંગે અર્જુનભાઇ મોઢવાડિયાએ ટવીટ કરીને જણાવ્યુ હતુ કે, કૌભાંડો અને ભ્રષ્ટાચારના આક્ષેપોની બાબુભાઇ બોખીરીયાની ચેલેન્જ સ્વીકારૂ છુ અને શ્રી બોખીરીયા પોતાના શબ્દો ઉપર અડગ રહે. જો આક્ષેપો સાબિત થાય તો બાબુભાઇ બોખીરીયાએ જાહેર જીવન છોડવાની વાત કરી હતી તે સ્વીકારી લેવી જોઇએ.(૫.૨૭)

(5:48 pm IST)