સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd September 2018

કચ્છનાં અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે અમિત ચાવડા

બની-નખત્રાણામાં કચ્છીમાડુઓને મળીને પરિસ્થિતીનો તાગ મેળવશે

ભુજ, તા.૨૨: લાગે છે કે હવે અછત નો મુદ્દો રાજયના રાજકારણ ને ગરમ કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કચ્છ ને અછતગ્રસ્ત જાહેર કરાયા બાદ હવે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઘ્પ્ ની મુલાકાતના એક દિવસ રહીને આજે શનિવારે કચ્છ ના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવી રહ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા એ આપેલી માહિતી અનુસાર અમિત ચાવડા બપોરે ૧ વાગ્યે ભુજ આવશે. ત્યારબાદ તેઓ બન્ની વિસ્તારની મુલાકાત લઈ ત્યાં માલધારીઓ સાથે ચર્ચા કરીને અછત ની પરિસ્થિતિ નો તાગ મેળવશે. ત્યાં થી તેઓ નખત્રાણા વિસ્તારના નાની બન્ની ના અછતગ્રસ્ત વિસ્તારો ની મુલાકાત લઈ ને મુંદરા પહોંચશે. તેમની સાથે ધારાસભ્યો પ્રદ્યુમનસિંહ જાડેજા, સંતોકબેન પટેલ ઉપરાંત આગેવાનો જુમા રાયમા, ભચુભાઈ આરેઠીયા, આદમ ચાકી, જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી. કે. હુંબલ અને અન્ય આગેવાનો જોડાશે.

કોંગ્રેસ ના પ્રદેશ નેતાઓ મોડા જાગ્યા?

મુખ્યમંત્રી વિજય રૂપાણી ની ભુજમાં રિવ્યૂ બેઠક સમયે જ કચ્છ કોંગ્રેસે યોજેલ પ્રેસ કોંફરન્સ માં કચ્છની અછત ની પરિસ્થિતિ ગંભીર હોવા છતાંયે પ્રદેશ કોંગ્રેસ ના કોઈ નેતાઓ કે વિપક્ષી નેતા દ્વારા કચ્છ ની અછત ના મુદે રૂબરૂ મુલાકાત કેમ ન લેવાઈ તે પ્રશ્નો પત્રકાર પરિષદ મા ચર્ચાયા હતા. વિધાનસભા મા કે પછી પ્રદેશ કક્ષાએ પણ કચ્છની અછત નો મુદ્દો ઉપાડવામાં પ્રદેશ કોંગ્રેસ સુસ્ત રહી. જોકે, જિલ્લા કક્ષાએ બે ધારાસભ્યો, જિલ્લા કોંગ્રેસ સંગઠન, જિલ્લા પંચાયત સામાન્ય સભા માં કોંગ્રેસ દ્વારા અછત ના પ્રશ્નો ઉઠવાયા હતા. પણ, ત્યાં સુધી કોંગ્રેસન પ્રદેશ પ્રમુખ કે વિપક્ષી નેતા સહિત સૌ એ કચ્છની અછત ની સમસ્યા તરફ બહુ ધ્યાન આપ્યું નહીં. ૫૦ દિવસ થયા દ્યાસ ડેપો શરૂ કરાય, ઘાસ કાર્ડ અપાયા પણ એ દરમ્યાન ઘાસ, પાણી ની બુમરાણ ઉઠી. અરે, ભાજપ ના નેતાઓ સરકારને પત્ર લખીને, ગાંધીનગર રૂબરૂ મળીને દ્યાસ પાણી ના મુદ્દે રજુઆત કરતા રહ્યા, નારાજગી વ્યકત કરતા રહ્યા, મીડીયા માં સતત અછત ના અહેવાલો આવતા રહ્યા પણ કોંગ્રેસના પ્રદેશ નેતાઓ કચ્છની અછતની સમસ્યા ના મુદ્દે અંધારા માં રહ્યા. હવે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આવે તો છે પણ તેમની કચ્છની મુલાકાત નો હેતુ આમ તો કાલે રવિવારે મુંદરા મા યોજાનાર કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર માં હાજરી આપવાનો છે. જોકે, સરકારે હવે સમગ્ર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરી દીધા પછી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ની અછત માટેની મુલાકાત સંવેદના ને બદલે રાજકીય વધુ હોય એવું લાગે છે.(૨૩.૪)

(12:29 pm IST)