સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd September 2018

કચ્છના રાપરમાં દારૂ-બિયરનાં જથ્થા સાથે ધરપકડ

જૂનાગઢ તા. રર :.. પોલીસ મહાનીરીક્ષકશ્રી વાઘેલા સરહદી રેન્જ ભુજ-કચ્છના તથા શ્રી પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડ પુર્વ-કચ્છ ગાંધીધામ નાઓની સુચનાથી અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર આર. એલ. રાઠોડ ને મળેલ બાતમી આધારે રાપર મધ્યે તકીયાવાસમાં મહેશ પેથાભાઇ રજપૂતના રહેણાંકના મકાનમાં વિદેશી દારૂની બોટલ ૪૯ રૂ. ર૩૮૯૦ તથા બિયરના ટીન ર૪૦ રૂ. ર૪,૦૦૦ તથા મો. રૂ. ૩૦૦૦ તથા દારૂના વેચાણના કબ્જામાં રાખેલ રૂપિયા ૧૧રપ૦, મળી કુલ રૂપિયા ૬ર૧૪૦ પોતાના કબજા ભોગવટાના રહેણાક મકાનમાં રાખી રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલ અને તેની આગવી ઢબે વધુ પુછપરછ કરતા આ સિવાયનો વધુ પ્રોહી મુદામાલ તેને પાલનપુર તા. રાપરના પેથાભાઇ મેઘાભાઇ સોલંકી તથા ખોડા પેથાભાઇ કોલી વાળાઓને આપેલ હોવાનું જણાવતા તે જગ્યાએ રેઇડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૭પ૦, એમ. એલ. ની બોટલ નંગ ૪ કુલે કિ. રૂ. ૧ર૦૦ તથા કવાટરીયા નંગ-૧૯૬ કિ. રૂ. ૧૯,૬૦૦ તથા બિયરના ટીન નંગ પર કુલે કિ. રૂ. પર૦૦ તથા એક સેમસંગ કંપનીનો વાદળી કલરનો મોબાઇલ ફોન કિ. રૂ. ર૦૦૦ તથા દારૂના વેચાણના કબજામાં રાખેલ રૂપિયા ૭૪૦૦ મળી કુલ રૂ. ૩પ,૪૦૦ પોતાના કબજા ભોગવટાની વાડીમૌ રાખી રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલ આમ કુલ પ્રોહી. મુદામાલ ૯૭,પ૪૦ નો કેસ કરેલ છે.

આ કામગીરીમાં પો. ઇન્સ. શ્રી રાઠોડ સાથે પો. સ. ઇ. એ. બી. ચૌધરી તથા એ. એસ. આઇ. દિનેશભાઇ ગોહીલ, કિશોરસિંહ જાડેજા, સરદારસિંહ જાડેજા, પો. હેઙ કોન્સ. સામતભાઇ બરાડીયા, સરતાણભાઇ પટેલ, ગેલાભાઇ શુકલા તથા પો. કો. ખીમજીભાઇ ઢીલા, સેધાજી પરમાર, નથુપુરી ગોસ્વામી, પ્રવિણ દેસાઇ સાથે કામગીરીમાં જોડાયેલ હતાં. (પ-૧૦)

(12:27 pm IST)