સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd September 2018

વડોદરા પી.એસ.આઇ. એસ.એસ.જાડેજાની સ્યુસાઇડની તટસ્થ તપાસની માંગ સાથે જામકંડોરણા તાલુકા રાજપુત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર

જામકંડોરણા તા. રર : વડોદરાના પી.એસ.આઇ.અને જામકંડોરણા તાલુકાના સાતોદડ ગામના વતની એસ.એસ.જાડેજાને જામકંડોરણા તાલુકા રાજપુત સમાજ દ્વારા જામકંડોરણામાં રાજપુત સમાજની વાડીમાં સમાજના વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોએ મૌન પાળીને શ્રદ્ધાંજલી અર્પી હતી બાદમાં રાજપુત સમાજથી મામલતદાર કચેરી સુધી મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવેલ જેમાં તાલુકાભરના રાજપુત સમાજના વિશાળ સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

વડોદરાના પી.એસ. આઇ. એસ. એસ. જાડેજાની સ્યુસાઇડ વિશેતટસ્થ તપાસની માંગ સાથે જામકંડોરણા તાલુકા રાજપુત સમાજ દ્વારા જામકંડોરણા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવેલ છે કે જામકંડોરણા તાલુકાના સાતોદડ ગામના રહીશ અને ગુજરાત પોલીસ ડીપાર્ટમેન્ટમાં, વડોદરા (સયાજીગંજ અલ્કાપુરી પોલીસ સ્ટેશન)માં પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે પોતાની ફરજ બજાવતા શ્રી એસ.એસ.જાડેજાએ સ્યુસાઇડ કરેલ છે જે સ્યુસાઇડ અમો ક્ષત્રીય સમાજને સ્યુસાઇડન લાગતું હોય એ સ્યુસાઇડ વિશે તટસ્થ અને યોગ્ય તપાસ કરવાની જરૂરત લાગતી હોય જામકંડોરણા તાલુકા રાજપુત (ક્ષત્રીય) સમાજની અને કાર્યશીલ અધિકારી ગુમાવ્યા છે. જયારે રાજપુત સમાજે એક ખુબજ સારા વ્યકિત ગુમાવ્યા છે તો પી. એસ. આઇ.સ્વ. એસ.એસ. જાડેજાની સ્યુસાઇડ વિશે યોગ્ય તપાસ કરી સાચી હકીકત બહાર આવે તે માટે ઘટતી કાર્યવાહી કરાવવા જામકંડોરણા તાલુકા રાજપુત સમાજની માંગણી છે. આ રેલી આવેદનપત્ર સમયે જામકંડોરણા તાલુકા રાજપુત સમાજના પ્રમુખ તેજુભા જાડેજા, પ્રતિપાલસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ચંદુભા ચૌહાણ, દિગુભા જાડેજા, સંજયસિંહના પરિવારજનો સહિતના સમાજના આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં તાલુકાભરના સમાજના લોકોએ હાજરી આપી હતી.(૬.૮)

(12:24 pm IST)