સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd September 2018

શકિતધામ ભંડારિયા બહુચરાજી મંદિરે નવરાત્રી મંડપનું કરાયું રોપણ

ભાવનગર પાસેના ભંડારિયાના પ્રસિદ્ઘ શકિતધામ બહુચરાજી મંદિરે  નવરાત્રીના મંડપનું વિધીવિધાનભેર રોપણ કરવામાં આવ્યું હતું. આસો સુદ નવરાત્રીની શાસ્ત્રોકત પધ્ધતિથી પરંપરાગત ઉજવણી કરાશે જે અંતર્ગત આજે માણેકચોકમાં મંડપ-ધ્વજા રોપવામાં આવી હતી. ભંડારિયામાં નવરાત્રી ઉત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો સામેલ થતા હોય છે. આથી દિવસો અગાઉથી તૈયારીઓ હાથ ધરાય છે. નવરાત્રીના મંડપ રોપણ બાદ નવરાત્રી ઉત્સવ સંદર્ભે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. માતાજી સમક્ષ નવ જાગ માટે ભવાઇના અંશ સમાન નાટક રજૂ કરવામાં આવે છે જે સંદર્ભે કલાકારોએ રિહર્સલ કાર્ય શરૂ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે, ભંડારિયાના નોરતા પ્રસિદ્ઘ છે. મંડપ રોપણ વિધિ પ્રસંગે માઇ ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. તે પ્રસંગની તસ્વીર

 

(12:22 pm IST)