સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd September 2018

કુંકાવાવ પોસ્ટ ઓફિસમાં અસુવિધા

કુંકાવાવ તા. રર : પોસ્ટ ઓફીસ ખુલતા લોકોની કતારો જોવા મળે છે. તો જયા બે કલાર્ક હોવા જરૂરી છે ત્યા માત્ર એક કલાકે છે જેથી કામ નહી થઇ શકે તેવા જવાબ મળતા હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે. મોટા સેન્ટરની આ પોસ્ટ ઓફીસ નીચે અમરાપુર (ધાનાણી), બરવાળા (બાવીશી), ભાયાવદર, અનીડા, તાલાળી સનાળી, વાવડી રોડ, સનાળા, નવા ઉજળા, નાની કુંકાવાવ, મોટી કુંકાવાવ સહિતનો સમાવેશ છે.

આટલા ગામ હોવા છતાં એક કલાર્કની કામગીરીમાં દરેક પ્રકારના પોસ્ટ બચત ખાતા, વિમો, લાઇટ બીલ, ટેલીફોન બીલ, રજીસ્ટર, સ્પીડ પોસ્ટ, ઓન લાઇન ફોર્મના ચલણ ભરવા વગેરે છે તેમ છતાં દેરડી (કુંભાજી), અને વાઘણીયાના ગ્રાહકો પણ કુંકાવાવ ચલણ ભરવા માટે આવે છે.

આવા સંજોગમાં પુરતા સ્ટાફની ખોટ વર્તાય રહી છે. તો ઉપરી કચેરી ખાતે લોકો ફોન દ્વારા જણાવતા પણ નજરે પડે છે. જયારે તેમને માત્ર મીઠો જવાબ આપવામાં આવતો હોવાનું કહેવાય છે. પરંતુ ચોકકસ કામગીરી કરવામાં ન આવતી હોવાનું લોકો જણાવે છે.

એક બાજુ વિવિધ સેવા પોસ્ટને આપવાના દાવા થતા હોય ત્યારે સરકાર દ્વારા પુરતા સ્ટાનફ વ્યવસ્થા કરવામાં આવે. ઘણા સમયથી પત્ર વ્યવહારમાં શોટીંગને કારણે ૧પ થી ર૦ દિવસે પત્ર મળતા હોવાના પણ બનાવ બનતા રહે છે. તેનુ નિરાકરણ મળતુ નથી જેથી લોકોનો પોસ્ટ પરથી વિશ્વાસ ઉડતો જાય છે. મહત્વના કાગળો પણ કુરીયર સર્વિસો પર આધારીત કરવામાં આવી રહેલ છે. ત્યારે સામાન્ય માણસની સુવિધા માટે તંત્ર તેમજ નેતાજીઓ થોડુ ધ્યાન આપી લોકોની સવલતનું ધ્યાન આપવામાં આવે તેવુ ગ્રાહકો જણાવી રહ્યા છે. ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી પોસ્ટ ઓફીસને વધુ સવલત મળે તેવા પ્રયાસ કરવા જરૂરી છે. (પ-૮)

(12:20 pm IST)