સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd September 2018

જસદણ વાટલીયા પ્રજાપતિ સમાજના અગ્રણીને શ્રધ્ધાંજલી અર્પણ

હનુમાન ચાલીસાના પાઠઃ જસદણઃ વાટલીયા પ્રજાપતિ સમાજના અગ્રણી અને જાણીતા દાનવીર હરિલાલભાઇ મોહનભાઇ આંબલીયાનું નિદાન થતાં જસદણ સહિત સૌરાષ્ટ્રભરના વાટલીયા પ્રજાપતિ સમાજમાં શોકની લાગણી પ્રસરી હતી. નબળાં-ગરીબ લોકોને કામમાં આવવું અને તે પણ જમણા હાથે કરેલી મદદ ડાબા હાથને પણ ખબર પાડયા વગર છેવાડાના માનવી સુધી પહોંચેલા સદ્દગત હરિલાલભાઇ સ્મૃતિમાં જસદણ વાટલીયા પ્રજાપતિ સમાજએ હનુમાન ચાલીસાનો પાઠ રાખી હૃદય ભીંજવી અંજલી અર્પણ કરી હતી. આ તકે ગરીબ લોકોને ખાદ્ય સામગ્રીની કિટ અર્પણ કરાઇ હતી. સમાજના હોદેદારો જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ હુસામુદીન કપાસી-જસદણ)

(12:19 pm IST)