સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd September 2018

મુળી તાલુકાના દીગસર પાસે આઈ.ઓ.સી. દ્વારા મોકડ્રીલ યોજાઈ

સુરેન્દ્રનગરઃ- મુળી તાલુકાના દિગસર પાસે આઈ.ઓ.સી. દ્વારા પાઈપ લાઇન લીકેજ હોવાના કારણે આપત્ત્િ। સમયે લેવાના રહેતા તકેદારી અને તાત્કાલિક કરવાની રહેતી બચાવ કામગીરી અંગે આઇ.ઓ.સી. દ્વારા મોકડ્રીલ યોજાઇ હતી. આ મોકડ્રીલમાં વિવિધ નિદર્શનો રજુ કરી બચાવ કામગીરી અંગે સમજણ આપવામાં આવી હતી. પાઈપ લાઈન લીકેજ થતી હોય કે રીપેરીંગ કરતી વખતે આગ લાગે ત્યારે આપત્ત્િ। આવ્યા બાદ કેવી સાવચેતી રાખવી. પાઈપ લાઈન લીકેજ હોય ત્યારે આપત્ત્િ। સમયે લોકોને કઈ રીતે બચાવ કરવો જોઇએ. તેમજ ઘાયલ થયેલ લોકોને આપવાની થતી પ્રાથમિક સારવાર બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આપત્ત્િ। સમયે બચાવ કામગીરી કેવી રીતે કરવી તે અંગેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આઈ.ઓ.સી.ના અધિકારીશ્રી યોગેશ વિજય, વી.કે. મીના, ફેકટરી ઇન્સપેકટરશ્રી વાય.વી. પટેલ, ડીઝાસ્ટર કચેરીના શ્રી એન.ડી. ગામી, નિલેશ પરમાર, મુળી મામલતદાર કચેરીના શ્રી સી.પી. પરમાર, નગરપાલિકા, ફાયરબ્રીગેડ તથા પોલીસ કર્મચારીઓ, આઇ.ઓ.સી.ના કર્મચારીઓ સહિત વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહયા હતા. તે પ્રસંગની તસ્વીર.

(12:18 pm IST)