સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd September 2018

વિંછીયાના બિલેશ્વર તળાવમાં ગણેશજીની મૂર્તિ વિસર્જન સમયે ક્ષત્રિય યુવકનું ડૂબી જવાથી મોત

વિંછીયા, તા. ૨૨ :. વિંછીયા ગણપતિ વિસર્જન કરવા જતા ક્ષત્રિય યુવાનનું બિલેશ્વર તળાવમાં ડૂબી જતા મોત થતા અરેરાટી પ્રસરી ગઈ છે.

આ અંગે મળતી હકીકત મુજબ વિંછીયાના માત્રાના દરવાજા પાસે રહેતો ક્ષત્રિય યુવાન તેજપાલ રણજીતસિંહ (ઉ.વ. ૨૮) પોતાના ઘરે સ્થાપન કરેલ ગણેશજીનું વિસર્જન કરવા વિંછીયાથી ૧૧ કિ.મી. દૂર બિલેશ્વર-ગુંદાળા ગામના તળાવમાં સાથી મિત્રો સાથે ગયો હતો. જ્યાં ગણેશ વિસર્જન કરવા ઉંડા પાણીમા જતા ડૂબી જતા મૃત્યુ પામ્યો હતો. આ બનાવ અંગે વિંછીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(૨-૧૨)

(12:15 pm IST)