સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd September 2018

વાંકાનેરમાં તાજીયાનુ શાનદાર જુલુસઃ રાજમાર્ગો ઉપર ફરીને રાત્રે ગ્રીનચોકમાં તાજીયા ઠંડા કરાયા

ખાટકીપરાના મુસ્લીમ યુવકોએ ધારાસભ્ય જાવીદભાઇ પીરઝાદાને પેંડા ભારોભાર જોખી જુલુસમાંજ માનતા પુરી કરી

વાંકનેર તા. રર : કાલે રાત્રીના અને આજે બપોરે નમાજબાદ તાજીયા જુલુસ રૂપે શહેરના રાજમાર્ગો ઉપર ફર્યુ હતું. કલાત્મક તાજીયાઓ સાથે દુલદુલ અને માનતાના નાના-તાજીયાઓ પણ હતા. હિન્દુ-મુસ્લીમ બીરાદરોએ તાજીયાના દર્શન કરી શ્રીફળ વધેરી માનતાઓ પુરી કરતા જોવા મળ્યા હતા અને સાથે એકતાના દર્શન પણ થયા હતા.

જુલુસના રૂટ ઉપર ઠેકઠેકાણે સબીલોમાં ચા-ાપણી ઠંડા પીણા ઉપરાંત ગરમા-ગરમ ભજીયા સહીતની ન્યાઝનો પ્રસાદ સૌએ લીધો હતો. લક્ષ્મીપરા (ખાટકીપરા)ના મુસ્લીમ યુવકોએ વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાને પેંડા ભારોભાર જોખી તાજીયાના જુલુસમાં જ માનતા પુરી કરી પેંડાનું જુલુસમાંજ વિતરણ કરી સૌને મીઠામોઢા કરાવ્યા હતા.

નગર સેવક મહંમદભાઇ રાઠોડે સહીતના મુસ્લીમસમાજના અગ્રણીઓ બીરાદરો બોહળી સંખ્યામાં જુલુસમાં જોડાયા હતા રાત્રે ગ્રીનચોકમાં તાજીયા ટાઢા કરવામાં આવ્યા હતા. પી.આઇ.બી.ટી.વાઢીયા, પી.એસ.આઇ. એમ.જે.ધાંધલ સહીતના પોલીસ સ્ટાફે બંદોબસ્ત જાળવ્યો હતો. (૬.૧૩)

(12:14 pm IST)