સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd September 2018

કાલે ગણેશ મહોત્સવનો વિરામ : સૌરાષ્ટ્ર-કચ્છમાં વિસર્જન યાત્રા

ગણપતિજીની સ્થાપનાને ૧૧ દિવસ પુર્ણ થતા ગામે-ગામ અનેકવિધ કાર્યક્રમો સાથે શોભાયાત્રા નીકળશે

પ્રથમ તસ્વીરમાં વિંછીયા, બીજી તસ્વીરમાં માંગરોળ, ત્રીજી તસ્વીરમાં વિરપુર (જલારામ), ચોથી - પાંચમી તસ્વીરમાં ધોરાજી અને છઠ્ઠી સાતમી તસ્વીરમાં બાબરામાં આયોજીત ગણેશ મહોત્સવની નજરે પડે છે.

રાજકોટ તા.રર : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં કાલે ગણેશ મહોત્સવ વિરામ લેશે અને ગામે ગામ વિસર્જન યાત્રાઓ નીકળશે. ૧૧ દિવસથી ગણપતિજીની સ્થાપના કર્યા બાદ ગામે - ગામ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અને અનેકવિધ કાર્યક્રમોમાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

જૂદી જૂદી જગ્યાએ સ્થાપિત ગણેશજીની મુર્તિઓની વિસર્જન યાત્રાઓ યોજાશે અને પાણીમાં તેમનુ વિસર્જન કરવામાં આવશે.

વિરપુર (જલારામ)

વિરપુર : વિરપુર જલારામબાપાના ધામમાં પણ ધામધૂમપૂર્વક ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ખાંટ રાજપૂત ગ્રુપ દ્વારા વિરપુર  કા રાજાનુ લોહાણા મહાજન વાડી પાસે સ્થાપન કરવામાં આવ્યુ છે. દરરોજ ગૌરીનંદજીને મોદકલાડુનો પ્રસાદ ધરાવાય છે. આમ વિરપુર કા રાજા વિધ્નહર્તા દાદાની એ વિસ્તારના લોકો દ્વારા સવાર સાંજ મહાઆરતી કરી ગણેશભકિતમાં લીન થઇ ગણપતિબાપા મોરીયાના નાદ વાતાવરણમાં ગુંજી ઉઠે છે.

ધોરાજી

ધોરાજી : નીલકંઠ સોસાયટી વી.શી.પ્લોટ ખાતે યુવા ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન ધોરાજીના યુવા ગ્રુપ દ્વારા ભવ્ય ગણેશજીનુ સ્થાપન કરી રોજ ધાર્મિક કાર્યક્રમો સહિતના કાર્ય યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવેલ હતા. આમ ગણેશજીને ૫૬ ભોગના દર્શન, મહાઆરતીનો ભાવિકોએ લાભ લીધો હતો. આ તકે નીર્સગ વાઘેલા, હિતેશ ઓઠરાણી, કેયુર ગોસ્વામી તથા યુવા ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

જૂનાગઢ

જૂનાગઢ : માંગરોળ તાલુકાનુ રહીજ ગામમાં શ્રી સત્યમ એજયુ.એન્ડ ચેરી ટ્રસ્ટ (પ્રમુખ અજયકુમાર એન.પંડયા) દ્વારા ધાર્મિક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં વિવિધ તહેવારો દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. જે દરમિયાન દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયુ. જેમાં ગણપતિ ચિત્ર સ્પર્ધા, ગણપતિ કથા, સત્યનારાયણ કથા, દાંડીયારાસ, ધૂન, મંડળી, ભવ્ય સંતવાણી, યજ્ઞ, મહાપ્રસાદનુ આયોજન કરાયુ હતુ. જેમાં હજારો ભાવિકજનોએ ઉપસ્થિત રહી ગણપતિ વિસર્જન તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો.

વિંછીયા

વિંછીયા : દરજી શેરીમાં યુવાનોએ દરજી શેરી કા રાજા નામથી ગણેશજીની મુર્તિની સ્થાપના કરી ધામધૂમે ગણેશ ઉત્સવની ઉજવણી કરાઇ રહી છે. બપોરે રાત્રે આરતી મહાપ્રસાદ સહિતના ધર્મભીના આયોજન થઇ રહ્યા છે. અહી દર્શન માટે ભાવિકોની ભીડ જામે છે.

બાબરા

બાબરા : તાલુકાના વિખ્યાત બાલમુકુંદજીના ધરાઇ ગામે ભવ્ય ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. ધરાઇ ગામના ભાણેજ અને મુંબઇ સ્થિત બાબરાના મહેશભાઇ પાઠક દ્વારા એકલા હાથે આઠ વર્ષે ધરાઇ ગામે ગણપતિ ઉત્સવનુ આયોજન કરવામાં આવશે. એક દાખલા સ્વરૂપ ઉદાહરણ છે કે આ ગણપતિ ઉત્સવમાં એક પણ રૂપિયો કોઇએ ધરવાનો નહીનું બોર્ડ મારવામાં આવ્યુ છે. ગામમાં એક પણ રૂપિયાનો ફાળો લેવામાં આવતો નથી. મહેશભાઇ પાઠક દ્વારા એકતા હાથે સ્વખર્ચે દરરોજ બપોરે અને રાત્રે બટુક ભોજન તેમજ મહાઆરતી યોજવામાં આવે છે. આરતીનો લાભ સમગ્ર ગ્રામજનો લેશે. ગણપતિ ઉત્સવ દરમિયાન દરરોજ રાત્રે રાસ ગરબા અને ભજન સહિત આયોજન કરવામાં આવશે.(૪૫.૩)

(12:14 pm IST)