સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 22nd September 2018

તાલાલા પંથકમાં દોઢ ઇંચ,વિસાવદરમાં અને આંકોલવાડી પંથકમાં એક ઇંચ વરસાદ

બામણસા, હડમતીયા, ડોળાસા, ખાંભા, પ્રેમપરા, મોણીયા, લાલપુર, વેકરિયા સહિતના ગામોમાં વરસાદ

રાજકોટ :તાલાલા તાલુકાનાં પુર્વ તરફનાં માધુપુર, ધાવા, સુરવા સહિતનાં ગામોમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે આંકોલવાડી, બામણાસા, હડમતીયા વિસ્તારમાં એક ઈંચ જેટલું પાણી વરસ્યું હતું.

 ઉનાના ગીરગઢડામાં સતત બીજા દિવસે મેઘકૃપા થતા ગ્રામ્ય પંથકમાં અડધો ઈંચ પાણી પડી ગયું હતું. જ્યારે ડોળાસામાં જોરદાર વરસાદી ઝાપટું પડતાં 6 મીમી વરસાદ નોંધાયો હતો.

વિસાવદરનાં ખાંભા, પ્રેમપરા, મોણીયા, લાલપુર, વેકરીયા, મોટી મોણપરી સહિતમાંસાંજે મેઘાએ એન્ટ્રી કરી હતી.

 વિસાવદરમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં વિસાવદરમાં 26 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જૂનાગઢમાં 2 મીમી, વંથલીમાં 5 મીમી નોંધાયો હતો. બીલખામાં પણ ગલીઓમાં પાણી વહેતા થયા હતા.

(8:45 am IST)