સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd August 2019

બગસરા એસ બી આઈ ના સાધનો શોભાના ગાંઠિયા સમાન

બગસરા : બગસરાની સ્ટેટ બેન્ક બ્રાન્ચ દ્વારા ગ્રાહકોને સુવિધા ના નામે છેતરવામાં આવી રહ્યા છે. એટીએમ અને પાસબુક છાપવા માટેનું મશીન મોટાભાગે બંધ હોવાથી શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે. બગસરા એસબીઆઈ બ્રાન્ચ માં ગ્રાહકોને હંમેશને માટે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. બેન્ક ની અંદર ગ્રાહકોનો ધસારો દ્યટાડવા માટે બેંક દ્વારા બહારના ભાગે એટીએમ મશીન તથા પાસબુક છાપવા માટે મશીન મુકવામાં આવેલ છે પરંતુ આ બંને મશીનનો મોટાભાગના દિવસોમાં બંધ રહેતા હોવાથી છેવટે ગ્રાહકોને બેન્ક ની અંદર કતારોમાં ઉભા રહેવું પડતું હોય છે. આમ બેંક દ્વારા મૂકવામાં આવેલી સાધનસામગ્રી શોભાના ગાંઠિયા સમાન બની રહેતા લોકોમાં રોષ ફેલાયો છે તેમજ ગ્રાહકો પાસેથી સુવિધાઓનો  ચાર્જ વસૂલતી બેંક તાત્કાલિક ધોરણે આ સુવિધાઓ કાર્યરત કરવા માટેની કાર્યવાહી કરે તેવી ગ્રાહકો દ્વારા માંગ કરવામાં આવી છે. તસ્વીરમાં બંધ મશીનો જોવા મળે છે.(તસ્વીરઃ દર્શન ઠાકર)

(11:27 am IST)