News of Thursday, 22nd August 2019
અમરેલી એમ.વી.પટેલ કન્યા વિદ્યાલયમાં મુખ્યમંત્રી યોજના ''એક બાળક એક વૃક્ષ ઉછેર'' અંતર્ગત વૃક્ષારોપણ
અમરેલીઃ વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ લાવવા મુખ્યમંત્રી યોજના ''એક બાળક એક વૃક્ષ'' ઉછેરની રાજય સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ યોજનાને અમરેલી એમ.વી.પટેલ કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સાર્થક કરાઇ હતી. બાળકો દ્વારા વિવિધ ગામોમાં વૃક્ષ ઉછેર માટે રોપાનુ વિતરણ કરવામાં આવેલ હતુ કાર્યક્રમમા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમ સંસ્થાના આચાર્યા અરૂણાબહેન માલાણીની યાદીમા જણાવાયુ છે.
(11:27 am IST)